Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામનગર શહેર ભાજપ દ્વારા સરકારના બજેટને આવકાર

જામનગર તા. ૨૫ : આ પ્રજા લક્ષી (બજેટ) અંદાજ પત્રને અમળત કાળનું બજેટ પણ ગણવામાં આવી રહ્યું છે, કેમ કે શહેર, ગ્રામ્‍ય અને સમાજના દરેક વર્ગ, જ્ઞાતિ - જાતિના લોકોને લાભકર્તા અંદાજ પત્ર રજુ કરવામાં આવેલ છે.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ આ અંદાજ પત્ર ને શહેર અધ્‍યક્ષ ડો વિમલભાઈ કગથરા, જામનગર - દેવભૂમિ દ્વારકા સાંસદ  પૂનમબેન માડમ, ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્‍યા, દંડક કેતન ગૉસરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, સહીત શહેર સંગઠન ના હોદેદારો, પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્‍યો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના હોદેદારો, શહેર કારોબારી સભ્‍યો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખો દ્વારા આવકારવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

(2:04 pm IST)