Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કાલાવાડમાં ૯ આરોપીની પરપ્રાંતીય તસ્‍કર ગેંગ ઝડપાઇઃ ઓળખ છુપાવી રાત્રીના ચોરીઓ કરતા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૫: કાલાવાડ વિસ્‍તારમાં છેલ્લા બેએક માસથી જુદા જુદા કપાસના જીનીંગ તથા ઓઇલ મીલમાં ચોરીના બનાવ બનેલ હોય જેથી રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ ગુનાના આરોપીઓ તથા ચોરીમાં ગયેલ મુદામાલને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્‍વયે જામ. ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા માર્ગદર્શન મુજબ કાલાવડ ઇન્‍સ્‍પેકટર બી.એમ.કાતરીયાનાઓએ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.બી.વડાવીયા નાઓને પોલીસ સ્‍ટાફ સાથે અલગ-અલગ ટીમો બનાવી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સખ્‍ત પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવેલ. તેમજ કારખાના જામનગર રોડ તથા રણુજા રોડ તથા ારજકોટ રોડ વિસ્‍તારમાં આવેલ હોય આ રોડ પરના ગ્રામજનોને મળી ગામોમાં ગ્રામજનો દ્વારા સાવચેતી રાખી શંકાસ્‍પદ હિલચાલ જણાયે પોલીસને તુરંત જ માહીતગાર કરવા સુચનાઓ કરેલ.

જે આધારે ગ્રામજનો દ્વારા પણ રાત્રીરોન ફરવાનું પણ ચાલુ કરવામાં આવેલ અને વિસ્‍તારમાં ખેત-મજુરી માટે પરપ્રાંતીયોની હિલચાલ પર વધુ ધ્‍યાન આપવામાં આવેલ. જેના કારણે જશાપર ગામના ગ્રામજનોને તેઓના વાડી વિસ્‍તારમાં આવી શંકાસ્‍પદ હિલચાલ જણાતા તેઓએ તેમના સરપંચ વિનુભાઇ નાઓને જાણ કરતા તેઓએ તુરંત જ જાણ કરતા પોલીસ સ્‍ટાફ જશાપર ગામની સુરસાંગડા સીમ વિસ્‍તારમાં બાલાજી ફાર્મની પાછળની બાજુ તુરંત જ પહોંચી ત્‍યાં કુલ ૯ ઇસમો ત્રણ મોટર સાયકલ પર ત્રિપલ સવારીમાં મળી આવેલ.

પુછપરછ કરતા તેઓ તમામ પ્રથમ તો ખેતીવાડી મજુરી કરતા હોવાનું જણાવતા પરંતુ તેમાંથી એક ઇસમ મુનીલભાઇ ઉર્ફે મોહન ઉર્ફે મુનો સુભાષભાઇ બામણીયા રહે. હાલ જશાપર ગામ, રમણીકભાઇ બાવાભાઇની વાડીએ તા. કાલાવડ મુળ રહે. હલ્‍દી ગામ, ખારપુરા ફળીયુ તા.કુકશી જી. બડવાણી, રાજય મધ્‍યપ્રદેશવાળાની આઇસીજેએસ એપ્‍લીકેશનમાં સર્ચ કરતા સને ર૦૧૮માં લોધીકા પોલીસ સ્‍ટેશનમાં ચોરીના ગુન્‍હામાં પકડાયેલાનું જાણવા મળતા જેથી વધુ શક પડતા તમામ ઇસમો ભાંગી પડતા તેઓએ ઓઇલ મીલમાં ચોરી કરેલાનું જણાવતાં હોય જેથી કાલાવડ ટાઉન પો. સ્‍ટે. ગુ. ર. નં. ૧૧ર૦ર૦૩૦ર૩૦૦૬પ-ર૦ર૩ ઇ. પી. કો. કલમ ૪પ૭,૩૮૦,૪ર૭,૧૧૪, ૧ર૦ (બી) મુજબના કામે અટક કરવામાં આવેલ બાદ આરોપીઓના રીમાન્‍ડ દરમ્‍યાન પુછપરછ કરતા આરોપીઓ વધુ એક ચોરીઓ કાલાવડમાં રણુજા રોડ ઉપર આવેલ કૈલાશ કોટન ઇન્‍ડસ્‍ટ્રીઝ તથા પુજા કોટન ઇન્‍ડસ્‍ટ્રીઝ તથા શીતલ યુનિવર્સલ લીમીટેડમાં પણ ચોરી કરેલાની કબુલાત આપતા હોય કાલાવડ ટાઉન પો. સ્‍ટે.માં ગુ. ર. નં. ૧૧ર૦ર૦૩૦ર૩૦૦૬૬-ર૦ર ઇ. પી. કો. કલમ ૪પ૭,૩૮૦,૪ર૭,૧૧૪, મુજબ ગુન્‍હો દાખલ થયેલ હોય જેથી આ ગુન્‍હાના કામે પણ આ તમામ આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે.

આ તમામ આરોપીઓ ઉપરોકત ચોરીઓ કરતા સમયે રાત્રીના એકબીજા મળીને ચોરીઓ કરવાનું નકકી કરી રાત્રીના અંધારામાં પોતાના મો. સા. છૂપાવી દઇ તેમજ મોઢે ટોપીઓ તેમજ બુકાના બાંધી કોઇ ઓળખેનહી એટલા સારૂ પેન્‍ટ કાઢી ચડી તથા શર્ટ પહેરી ઓળખ છૂપાવતા હતાં.

આ પકડાયેલ આરોપીઓ (૧) મુનીલભાઇ ઉર્ફે મોહન ઉર્ફે મુનો સુભાષભાઇ બામણીયા રહે. હાલ જશાપર ગામ, રમણીકભાઇ બાવાભાઇની વાડીએ તા. કાલાવડ મુળ રહે. હલ્‍દીગામ, ખારપુરા ફળીયુ તા. કુકશીજી બડવાણી, (ર) અનિલભાઇ સુભાષભાઇ બામણીયા રહે. હાલ જશાપર ગામ, રમણીકભાઇ બાવાભાઇની વાડીએ તા. કાલાવડ મુળ રહે. હલ્‍દી ગામ, ખારપુરા ફળીયુ તા. કુકશી  (૩) ધર્મેશભાઇ ઉર્ફે ધમો ગમરીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ લક્ષ્મીનગર શીવ કોર્પોરેશન કોલસાના કારખાનામાં મોરબી મુળ રહે. ભેસાવડા ગામ, સ્‍કુલ ફળીયુ તા. બોરી જી. અલીરાજપુર, (૪) રેમલાભાઇ ઉર્ફે રામલાલ સાવલીયાભાઇ અલાવા રહે. હાલ કોઠા પીપળીયા ગામ, અરવિંદભાઇ પટેલની વાડીએ તા. લોધીકા મુળ રહે. પલવડ ગામ, માલી ફળીયુ તા. પાટી. જી. બડવાની (પ) પપ્‍પુભાઇ વેસ્‍તાભાઇ મોહનીયા રહે. હાલ લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં, મોરબી મુળ રહે. ભેસાવડા ગામ સ્‍કુલ ફળીયુ તા. બોરી (૬) અમરસિંહ ઉર્ફે નાનકો ગમરીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન કોલસાના કારખાનામાં, મોરબી મુળ રહે. ભેસાવડા ગામ, સ્‍કુલ ફળીયુ, તા. બોરી (૭) મંગેશભાઇ ઉર્ફે રમેશ ગમરીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં, મોરબી મુળ રહે. ભેસાવડા ગામ, સ્‍કુલ ફળીયુ તા. બોરી, (૮) વેલસિંહ ઉર્ફે રાજૂ ગમરીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ ઘાટીલા તા. માળીયા જી. મોરબી મુળ રહે. ભેસાવડા ગામ, સ્‍કુલ ફળીયુ તા. બોરી, (૯) ભુરાભાઇ મંગરસીંગ અલાવા રહે. હાલ લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં મોરબી રહે. પીપરાણી ગામ, ચોકીદાર ફળીયુ તા. બાઘ જી. ધારનો સમાવેશ થાય છે.

 આરોપીઓ પાસેથી (૧) બજાજ સીટી-૧૦૦ મોટર સાયકલ કિ. રૂા. ૩પ,૦૦૦ (ર) હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ કિ. રૂા. ૧પ,૦૦૦ (૩) બજાજ ડિસ્‍કવર મોટર સાયકલ કિ. રૂા. ૧પ,૦૦૦ (૪) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન-૧૧ કિ. રૂા. ૪૧,પ૦૦ (પ) બે તેલના ડબ્‍બા કિ. ૦૦ (૬) બે ચાંદીના સિક્કા કિ. ર૦૦ (૭) ગોફણ કિ. ૦૦ (૮)  ગુન્‍હાના કામે વાપરેલ એક લોખંડની કોંસ તથા પરાય તથા એક લોખંડનો સળીયો કિ. ૦૦ (૯) રોકડા રૂપીયા ૬૦,પ૦૦નો મુદામાલ કબ્‍જે કરાયો છે.

આ કામગીરી કરનાર પીઆઇ બી.એમ.કાતરીયા તથા પીએસઆઇ એચ.બી.વડાવીયા તથા એચસી સંદીપસિંહ એસ.જાડેજા તથા જીતેનભાઇ એચ.પાગડાર તથા વનરાજભાઇ ડી.ઝાપડીયા તથા પ્રતિપાલસિંહ એન.સોઢા તથા પી.સી.ગૌતમભાઇ અકબરી તથા જયપાલસિંહ જાડેજા તથા સંજયભાઇ બાલીયા તથા વાસુદેવસિંહ જાડેજા તથા સુરપાલસિંહ જાડેજા તથા વિપુલભાઇ રાકુચા તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા હાર્દિકભાઇ ગોસાઇ તથા રવીરાજસિંહ જાડેજા તથા વિજયભાઇ ઝુંઝા તથા સાજીદભાઇ બેલીમ તથા ડબલ્‍યુ.પી.સી. ભારતીબેન વાડોલીયા તથા શીતલબેન ઝાપડા તથા સ્‍નેહાબેન સાવલીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 pm IST)