Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામનગરમાં ૪ શકુની ઝડપાયા

જામનગર,તા. ૨૫ : ખંભાળીયા ગેઇટ કિશોર રસ ડેપોની બાજુમાં જાહેરમાં બે ઇસમો નોટોના ઉપર એકી-બેકી નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરે છે. તેવી હકીકતના આધારે (૧) હુશેનભાઇ વલીમામદ બ્‍લોચ રહે. રણજીતસાગર રોડ હર્ષદમીલની ચાલીના પગથીયા પાસે (૨) ભાવેશભાઇ ચમનલાલ ભુંડીયા રહે. રણજીતસાગર રોડ સાધના કોલોની બ્‍લોક નંબર એલ-૯૨ રૂમ નંબર ૪૨૫૨ વાળાઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડ રૂા. ૧૦,૩૦૦ મળી કુલ રૂા. ૧૩,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પો.કોન્‍સ. રવિભાઇ ગોવિંદભાઇ શર્માએ ફરિયાદ આપી પોલીસ હેડ કોન્‍સ. રવિન્‍દ્રસિંહ નાથુભા પરમારએ કાર્યવાહી કરેલ છે.

શકિત માલધારી હોટલની સામે જાહેરમાં બે ઇસમો જાહેરમાં વલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા આરોપી નં. (૧) નારાયણભાઇ ડાયાભાઇ પંડયા રહે. પટેલનગર શેરી નં. ૧ બ્‍લોક નંબર ૧૫/૧૧ તથા (૨) ભરતભાઇ મોહનભાઇ નકુમ રહે. નવાનાગના ગામ શ્રી રામ મંદિર વાળી શેરી પાસે વાળાઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી વર્લી મટકાનું સાહિત્‍ય તથા એક બોલપેન તથા રોકડ રૂા. ૧૧,૧૬૦ મળી કુલ રૂા. ૧૧,૧૬૦ મુદ્દામાલ સાથે પકડી પાડી પો.કોન્‍સ. વિજયભાઇ બળદેવભાઇ કાનાણીએ ફરિયાદ આપી પોલીસ હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા પો.હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા, મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા, રવિન્‍દ્રસિંહ નાથુભા પરમાર, રવિરાજસિીંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા, સુનિલભાઇ અરજણભાઇ ડેર, શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા, મહેન્‍દ્રભાઇ રમેશભાઇ પરમાર, પો.કોન્‍સ. રવિભાઇ ગોવિંદભાઇ શર્મા, યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા, વિરેન્‍દ્રસિંહ ભરતસિંહ જાડેજા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, ખોડુભા કનુભા જાડેજા, રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:54 pm IST)