Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કેશોદનો યુવાન અગ્નિવીર સેવા દળમાં પસંદગી પામી જબલપુર ટ્રેનિંગમાં જતાં ગૌરવભેર વિદાય

કેશોદ: કેન્‍દ્ર સરકાર દ્વારા ભારતીય સૈન્‍યને મજબુત બનાવવા અને કોઈપણ -કારની પરિસ્‍થિતિ નિર્માણ થાય તો સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં પહોંચી વળવા યુવાનોને અગ્નિવીર સેવા દળ હેઠળ પસંદ કરી તાલીમ આપવામાં આવી રહી છે. કેશોદના ઈંદિરાનગર વિસ્‍તારમાં રહેતાં મનોજકુમાર બટુકભાઈ ધુળાની પસંદગી થતાં કેશોદનું ગૌરવ વધાર્યું હતું. આજરોજ જબલપુર ખાતે તાલીમ મેળવવા જવાનું હોય મનોજભાઈ ધુળા નાં પરિવારજનો મિત્રો સ્‍નેહીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ગૌરવભેર વિદાય આપી હતી. કેશોદના માજી સૈનિક મહેન્‍દ્રસિંહ દયાતર દ્વારા યુવાનો ને વિનામૂલ્‍યે શારિરીક તૈયારીઓ માટે તાલીમ આપવામાં આવે છે અને વિકાસભાઈ બળવા લખનભાઈ ભરડા દ્વારા લેખિત પરિક્ષા ની વિનામૂલ્‍યે તૈયારી કરાવવામાં આવે છે ત્‍યારે મનોજકુમાર બટુકભાઈ ધુળા એ પણ આ તાલીમ કેન્‍દ્ર માં તાલીમ મેળવી હોય ત્‍યારે મહેન્‍દ્રસિંહ દયાતર અને વિકાસભાઈ બળવા લખનભાઈ ભરડાએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.( તસ્‍વીર. કમલેશ જોષી)

(12:54 pm IST)