Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ગુજરાત સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતા શિક્ષણવિદ, અર્થશાષાી પ્રદીપભાઈ ખીમાણી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૨૫ :નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ બજેટને જાણીતા શિક્ષણવીદ, અર્થશાષાી, સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ડિરેક્‍ટર પ્રદીપભાઈ ખીમાણીએ આવકારી ગુજરાત સરકારને ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, યુવાવર્ગને ઉપયોગી, શ્રમજીવી માટે કલ્‍યાણકારી અને સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરનારા બજેટને આવકારી ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્‍યા છે. આ બજેટના કારણે રોજગારીમાં વધારો થશે. 

બજેટ પોથી પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્‍ય ક્ષેત્રોના પ્રતિક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્‍યા છે. જે આવકારદાયક નૂતન અભિગમ છે તેમ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્‍યું છે.

(12:50 pm IST)