Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જૂનાગઢ જિલ્લામાં દરોડા : ૪૦૩ વીજ જોડાણમાંથી ૮૦માં ગેરરીતી

PGVCLની ૩૬ ટુકડીઓ દ્વારા વીજચેકિંગ રૂા.૧૬.૫૪ લાખનો દંડ

જૂનાગઢ તા.૨૫: જૂનાગઢ જિલ્લામાં વીજચોરી અટકાવવા માટે PGVCL તંત્રએ કમરકસી છે. જિલ્લાના વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્‍યના વિસ્‍તારમાં PGVCL ૩૬ જેટલી ટુકડીઓએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૪૦૩ જેટલા વીજ જોડાણ તપાસતા ૮૦માં ગેરરીતીઓ સામે આવી હતી. આમ, વીજચોરી માટે તંત્રએ રૂા.૧૬.૫૪ લાખનો દંડ ફટકાર્યો હતો. 

 ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-૨૨ થી જાન્‍યુઆરી-૨૩ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬૬૨૯ વીજજોડાણો ચકાસવામાં આવ્‍યાં છે. જેમાંથી કુલ ૨૮૯૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ.૭૫૧.૧૨ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્‍યાં છે. જ્‍યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન કુલ ૫૬૯૧૬૮ વીજજોડાણો ચકાસીને કુલ ૬૭૫૮૪ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ.૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્‍યાં છે.

(12:49 pm IST)