Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પોરબંદરમાં મત્‍સ્‍યોદ્યોગ માટે વિવિધ યોજનાઓ હેઠળ કરોડોની જોગવાઇ તથા વેરા વધારા વિનાના બજેટને આવકાર

પોરબંદર તા.ર૪ : ગુજરાત રાજયના બજેટમાં મત્‍સ્‍યોદ્યોગ માટે જુદીજુદી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની જોગવાઇને માછીમાર સેલના પ્રદેશના કન્‍વીનર મહેન્‍દ્રભાઇ જુંગીએ આવકારીને મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વમાં રજુ થયેલ બજેટમાં માછીમાર ઉદ્યોગને જીવતદાન મળે તેવા પ્રયાસ અનુસંધાને રાજયના મત્‍સ્‍યોદ્યોગની જુદી જુદી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયા ફાળવવામાં આવતા પ્રદેશ ભાજપ માછીમાર સેલ ગુજરાતના કન્‍વીનર મહેન્‍દ્રભાઇ જુંગીએ રાજય સરકારનો આભાર માન્‍યો છે.

મત્‍સ્‍ય બંદરોના વિકાસ તેમજ હયાત મત્‍સ્‍ય કેન્‍દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે રૂા.૬૪૦ કરોડની જોગવાઇ, સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે રૂા.૪પ૩ કરોડની જોગવાઇ, પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના હેઠળ  મત્‍સ્‍યોદ્યોગના સર્વાગી વિકાસ માટે રૂા.૧પપ કરોડની જોગવાઇ તેમજ દરિયાઇ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારીત મત્‍સ્‍યોદ્યોગના વિકાસ માટે રૂા.૧૧૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી આવનારા દિવસોમાં મત્‍સ્‍યોદ્યોગને જીવતદાન મળશે તેવી અપેક્ષા સાથે બજેટને મહેન્‍દ્રભાઇ જુંગીએ આવકારેલ છે.

રાજયનું વર્ષ ર૦ર૩-ર૪નું બજેટ રાજયના મુદુ અને મકકમ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ સૌથી વધુ ૩ લાખ ૧ હજાર રર કરોડનું  અને ૯૧૬.૮૭ કરોડની પુરાંતવાળુ રજુ કરવામાં આવ્‍યું, આ બજેટને પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાએ આવકારીને આ બજેટમાં કોઇ પણ જાતના નવા કરવેરા નાખવામાં આવ્‍યા નથી, અને જુના કરવેરામાં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવ્‍યો નથી તેમ જણાવ્‍યું છે.

આ બજેટ દરેક વર્ગને આવરી લેનારૂ બજેટ છે, આ બજેટમાં ગરીબો માટે યુવાનો માટે મહિલાઓ માટે અને બાળકો માટે આદિવાસી, ખેડુતો શિક્ષણ માટે વન પર્યાવરણ, પ્રવાસન ઉદ્યોગ માટે આંતરીક માળખાના વિકાસ માટે રાજયના વિકાસ વગેરે માટે ઘણી બધી જોગવાઇઓ છે. કિરીટભાઇ મોઢવાડીયાએ બજેટના પ્રતિભાવમાં જણાવેલ છે.

(12:47 pm IST)