Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કેશોદની ન્‍યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે બેકરી અંગે તાલીમ કાર્યશાળાનું આયોજન

 (કિશોરભાઈ દેવાણી દ્વારા), કેશોદઃ જુનાગઢ કળષિ યુનિવર્સિટીના બેકરી શાખાનાં સહયોગથી ન્‍યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે બેકરી અંગે ધોરણ ૫ થી ૧૨ની બાળાઓ માટે તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં શરૂઆતમાં પ્રો. ડો. પ્રવિણભાઈ ગજેરા  દ્વારા મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવેલ, ત્‍યારબાદ પધારેલ ડો. કલસરીયા સાહેબ જુનાગઢ કળષિ યુનિવર્સિટી વિશે વિગતવાર માહિતી આપેલ અને બેકરી શાખાનાં હેડ પ્રો. દીપ્તિબેન ઠાકર દ્વારા બેકરીની જુદી જુદી વાનગીઓ જેવી કે બ્રેડ, પાંઉ, કેક, બિસ્‍કીટ, નાનખટાઈ વગેરે કેવી રીતે બને તે વિશે નિદર્શન કરેલ અને જુનાગઢ કળષિ યુનિવર્સિટીના બેકરી શાખાના જુદાં જુદાં તાલીમ વર્ગો અંગે પણ માહિતી આપેલ ઉપરોક્‍ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍કૂલનાં ભાવિનભાઈ ભૂત દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(12:45 pm IST)