Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કેશોદના બડોદરમાં ગંભીર બીમારી ધરાવતા બાળકનું વિનામૂલ્‍યે સફળ ઓપરેશન

તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.જયેશ પોપટના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ દ્વારા ૪૦૧૦૦ બાળકોની આરોગ્‍ય તપાસ કરવામાં આવી

 (સંજય દેવાણી દ્વારા), કેશોદ, તા.૨૫: સરકારના રાષ્‍ટ્રીય બાળ સ્‍વસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત જન્‍મથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આરોગ્‍યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન ર વખત આંગણવાડી અને શાળામાં જઈ બાળકોની આરોગ્‍ય તપાસ કરાઈ છે.અને બાળકોને જન્‍મજાત ખામીઓ અને અન્‍ય ગંભીર બિમારીઓનું સ્‍ક્રીનિંગ કરીને હાયર સેંટર ખાતે રીફર કરવામાં આવે છે.

 કેશોદ ના બડોદર ખાતે RBSK ટીમ દ્વારા આંગણવાડીના બાળકોની તપાસ દરમિયાન અઢી વરસની બાળકી ?તવી મકડિયાની આરોગ્‍ય તપાસ દરમિયાન ય્‍ગ્‍લ્‍ધ્‍ ડોકટર ડો.બગથરીયા અને ડો.પીપરોતર ને બાળકીની આંખમા અને માથાના આગળના અમુક ભાગમાં અસાધારણ ચીનહો જણાતા બાળકનું સંદર્ભકાર્ડ ભરીને જરૂરી કાગળોનું વાલીને સમજાવી અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે બાળકની વધુ સારવાર માટે મોકલવામાં આવેલ હતુ.

 અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં બાળકનાં જરૂરી રિપોર્ટ કરાવતા બાળકને બાઇલેટરલ ઓપટીક નર્વ ગ્‍લાઓમાં(ગાંઠ)નુ નિદાન થયું અને સમયસર બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્‍યું. જો આ સારવાર સમયસર ના મળી હોત તો બાળકની આંખ કાયમી માટે ગુમાવી શકત એવુ ડોક્‍ટરે  જણાવ્‍યું હતુ.

(12:44 pm IST)