Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કેશોદ આરોગ્‍ય વિભાગનાં આશાવર્કર બહેનોનું આશા સંમેલન મળ્‍યું

કેશોદ તા.૨૫ : કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર દ્વારા સૌ નાગરિકોની આરોગ્‍યલક્ષી સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે હેતુથી કાર્યરત છે ત્‍યારે કેશોદ ખાતે આરોગ્‍ય વિભાગ દ્વારા આશાવર્કર બહેનો નું આશા સંમેલન યોજવામાં આવ્‍યું હતું. આશાબહેનએ આરોગ્‍યની કામગીરી માટે સેતુરૂપ છે. તેઓ ગ્રામ્‍ય અને શહેરી કક્ષાએ લોકોને આરોગ્‍યની સુવિધાઓ  પહોંચાડે છે. આ આશા બહેનોની કામગીરીને બિરદાવવા માટે કેશોદ ખાતે આશા સંમેલન યોજવામાં આવ્‍યું હતું. કેશોદ યોજાયેલા આશા સંમેલનનો પ્રારંભ મંચસ્‍થ મહાનુભાવોનાં હસ્‍તે કરવામાં આવેલ હતો.આશા બહેનોને રસિકરણ, કુટુંબ કલ્‍યાણ, સરકારી યોજના, હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર વગેરેમાં સારી કામગીરી કરનારને પ્રશસ્‍તિપત્ર તેમજ ઇનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.આશા સંમેલન કાર્યક્રમમાં આશાવર્કર બહેનો દ્વારા સ્‍વાગત ગીત રજૂ કરવામાં આવ્‍યું હતું. કેશોદ ખાતે યોજાયેલા આશા સંમેલનમાં કેશોદ પીએચસી સીએચસી અને કેશોદ તાલુકા અર્બન હેલ્‍થ સેન્‍ટર હેઠળ ફરજ બજાવતાં આશા ફેસિલેટર બહેનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

 

(2:09 pm IST)