Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબી ધક્કાવાળી મેલડી મંદિરે છઠ્ઠો સર્વજ્ઞાતિ લગ્નોત્‍સવ સંપન્ન

મોરબી : હજારો લોકોની આસ્‍થાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવલખી રોડ ખાતે સર્વજ્ઞાતિનો છઠ્ઠો સમૂહ લગ્નોત્‍સવ યોજાયો હતો જેમાં ૧૧ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જે સમુહ લગ્નોત્‍સવમાં જોડાનાર તમામ દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના, ગળહ ઉપયોગી તમામ ચીજવસ્‍તુઓ ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી સમુહ લગ્નમાં હિરેનભાઈ પંડ્‍યાએ શાષાોક્‍ત વિધિ સાથે લગ્ન કરાવ્‍યા હતા અને આગામી સાતમાં સમૂહ લગ્નમાં ૨૧ દીકરીઓના સમૂહ લગ્નની પણ આ તકે જાહેરાત કરવામાં આવી હતી.

(12:41 pm IST)