Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાકળવર્ષા યથાવતઃ ઠંડીમાં સામાન્‍ય વધારો

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ છવાઇ જાય છે હુંફાળુ વાતાવરણઃ બપોરે અસહ્ય ગરમી

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આજે પણ આવા વાતાવરણ વચ્‍ચે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ  હતી. અને ઠંડીમાં સામાન્‍ય વધારો નોંધાયો હતો.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. અને લોકોને બપોરના સમયે આકરા ઉનાળાનો  સામો કરવો પડે છે.

બપોરના સમયે લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે. આવી રીતે મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.પ, મહત્તમ તાપમાન ૩૦.૬, ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ગતિ ર.પ કિ. મી. રહી હતી.

(11:50 am IST)