Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભાવનગરની સુમિટોમો કેમિકલ કંપનીમાં બ્‍લાસ્‍ટ : ૪ને ઇજા થતા સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૫: ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલી સુમિટોમો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડની કેમિકલ બનાવતી ફેક્‍ટરીમાં કોઈ કારણોસર ધડાકાભેર મોટો બ્‍લાસ્‍ટ થયો હતો, જેના કારણે આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા હતા. જોકે સદનસીબે આ બ્‍લાસ્‍ટમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલી સુમિટોમાં કેમિકલ લિમિટેડ નામની કંપની માં ગઇ કાલે કેમિકલના એમએમપી કેમિકલ પ્‍લાન્‍ટમાં કોઈ અગમ્‍ય કારણોસર અચાનક જ ધડાકાભેર બ્‍લાસ્‍ટ થયો હતો , બ્‍લાસ્‍ટ ના કારણે આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા હતા તેમજ બ્‍લાસ્‍ટને લઈને ફેક્‍ટરી ની અંદર આવેલી ઓફિસના કાચ પણ તૂટી ગયા હતા, જોકે આ કેમિકલ પ્‍લાન્‍ટ આખો ઓટોમેટિક હોય તેમાં બે મજૂરો ઉપર કામ કરી રહ્યા હતા તેમજ બે મજૂરો નીચે કંટ્રોલ રૂમમાં કામ કરી રહ્યા હતા. જે ચાર મજૂરોને સામાન્‍ય પહોંચી હતી જેને લઇ તેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેને લઇને પોલીસનો મસમોટો કાફલો બોલાવી લેવામાં આવ્‍યો હતો .તેમજ ત્‍યાં જતા લોકોને પણ અટકાવી દેવામાં આવ્‍યા હતા, બ્‍લાસ્‍ટ અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર નો કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. જોકે ત્‍યાંની ફાયર સિસ્‍ટમ દ્વારા આગ ને બુજાવવામાં આવી હતી. ઘટનાને લઈને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન .વી. ઉપાધ્‍યાય તેમજ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ સહિતના અધિકારીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા . આ બનાવમાં ચારને ઈજા થતાં હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

(11:43 am IST)