Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પોરબંદરની ઝવેરી બજાર ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલમાં મોબાઇલ સદ્દઉપયોગ વિશે જાણકારી અપાઇ

પોરબંદર,તા.૨૪ : શેઠ હાજી અબ્‍દુલ્લાહ ઝવેરી ઈંગ્‍લીશ મીડીયમમાં સાઇબર જાગળતિ  તથા વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસ અને ૧૮૧ ની ટીમે વિસ્‍તળત જાણકારી આપવામાં આવી હતી.

શેઠ હાજી અબ્‍દુલ્લાહ ઝવેરી ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કુલ માં વિદ્યાર્થીનીઓને કાયદાકીય સમજ તેમજ જાગળતિકરણ અને વિદ્યાર્થીનીઓ, યુતિઓ, તરૂણીઓ માં મોબાઈલ નો સદુપયોગ થાય અને ખોટા મેસેજ કે ગેરમાર્ગે દોરનાર લોકો થી સાવચેત રહે તે માટે હેલ્‍પલાઇન ૧૮૧ની ટિમના સ્‍ટાફ તેમજ મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા સાઇબર અંગેના ગુન્‍હાઓ અંગે જાગળત કરવા અંગેનો એક કાર્યક્રમ સીટી ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્‍વામી  ની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મહિલા પોલીસ સ્‍ટેશન ના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.એમ રાઠોડ  તેમજ સાયબર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જાડેજા  અને મહિલા પોલીસ સ્‍ટેશન ના લોકરક્ષક ચેતનાબેન તેમજ ૧૮૧ ટિમ ના ઇન્‍ચાર્જ મીરાબેન માવદિયા, કોન્‍સેટબલ સેજલબેન દ્વારા વિદ્યાર્થીનીઓને વિસ્‍તળત માહિતી આપવામાં આવી હતી.

 મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા  વિદ્યાર્થીનીઓ ને માહિતી આપવામાં આવી હતી અને જણાવ્‍યું હતું કે, કોઈ અજાણ્‍યા કે જાણીતા વ્‍યક્‍તિ કોઇ એવી જગ્‍યાએ સ્‍પર્શ કરે અથવા કોઈ ચીજ વસ્‍તુ આપવાની લાલચ આપી લલચાવી કે ફોસલાવી પોતાની પાસે બોલાવે તો તાત્‍કાલિક માતા-પિતા અથવા શિક્ષકને જાણ કરવી જોઈએ તેમ જણાવી ને વિદ્યાર્થીનીઓ ને  ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામા આવી હતી. આ ઉપરાંત સાયબર ફોડ, ઘરેલુ હિંસા, છેડતી તથા મહિલા/યુવતી ને અત્‍યાચારને લગતી તમામ સમસ્‍યા અંગે કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે બાબતે જાણકારી પુરી પાડવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ અજાણી વ્‍યક્‍તિ હેરાન કરે, બ્‍લેકમેઈલિંગ કરે તો ગભરાવવાને બદલે તાત્‍કાલિક વડીલોને અથવા પોલીસ ને જાણ કરી દેવી  જોઈએ એટલું જ નહિ સોશ્‍યિલ મીડિયા નો ઉપયોગ કરતી તરૂણીઓ, યુતિઓ એ તેમનો ફોટો ડીપી માં મુકવો જોઈએ નહિ અને જો મૂકે તો જે તે એપ્‍લિકેશન માં અપાયેલા સિકયુરિટીના ફીચરનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.

 ૧૮૧ ટિમ અંગે વિદ્યાર્થીનીઓને  જણાવાયું હતું કે મુશ્‍કેલીના સંજોગોમાં મુકાયેલી કોઈ પણ મહિલા/યુવતી ૧૮૧ ‘અભયમ' મહિલા હેલ્‍પલાઈનનો ઉપયોગ કરી શકે છે.

(11:41 am IST)