Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

વેરાવળ ડો.ચગ આપઘાત પ્રકરણઃ જવાબદારો સામે કન્‍ટેમ ઓફ કોર્ટ કરાશે ?

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: વેરાવળ ડો.ચગ આપઘાત પ્રકરણને ૧૧ દિવસ વીતી ગયેલ છે ફરીયાદ દાખલ કરેલ હોય તેને સાત દિવસ થયેલ છે જેથી આઈ.જી,એસ.પી.,ડીવાયએસપી, પી.આઈને સુપ્રીમ કોર્ટ, ગુજરાત સરકારનો પરીપત્ર આપી જણાવે છે કે ફરીયાદ ની કોપી ર૪ કલાક આપવામાં નહી આવે તો તમામ સામે કન્‍ટેમ ઓફ કોર્ટ કરી શકાશે.

     વેરાવળ શહેરના ડો.અતુલ ચગ આપધાત પ્રકરણ માં ૧૧ દિવસ વીતી ગયેલ છે ફરીયાદ આપેલ હોય તેને સાત દિવસ થયેલ છે. તા.રરના રોજ શોકસભામા ર૦૦૦ થી વધુ લોકોની હાજરી હતી. ગુજરાત ભાજપ સંગઠન મંત્રીએ અધિકારીઓ, તંત્રને ખુલ્લેઆમ જણાવેલ હતુ કે પરીવાર સમાજની પરીક્ષા લેવાનું બંધ કરો નહી તો આ અગ્ની પરીક્ષા થઈ જશે તેમજ સરકારને પણ દરેકને જાણ કરેલ છે જીલ્લા ભાજપ પ્રમુખ માનસીગ પરમારે પણ શોકસભામાં બોલતા કહેલ કે જે વિલંબ થઈ રહયો છે તેની આર્શ્‍ચય થયેલ હતું તેને પણ ન્‍યાય માટે આવું ન થવું જોઈએ તેવું જણાવેલ હતું અલ્‍ટીમેટમને ર૪ કલાક વીતી જવા છતાં કંઈ કાર્યવાહી થયેલ નથી.

        ચારેકોર, પ્રત્‍યેક ખુલ્લેઆમ આક્ષેપો થઇ રહ્યા છે કે તપાસનું માત્ર નાટક થઇ રહ્યુ છે, નક્કર કામગીરી કયારે?

 ફરીયાદી હીતાર્થ ચગ, લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ તેમજ ફરીયાદીના એડવોકેટ ચિરાગ કકકડ પરીવારજનો સાથે પોલીસ સ્‍ટેશને પહોચેલ હતા ત્‍યારે કોઈ સક્ષમ અધિકારી મળેલ ન હોય જેથી સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમજ ગુજરાત રાજયના પરીપત્ર આપેલ હતો જેમાં સ્‍પષ્‍ટ ઉલ્લેખ છેકે આવી ફરીયાદ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર લેવી પડે. જો લેવામાં ન આવે તો કન્‍ટે ઓફ કોર્ટ થાય જેથી ર૪ કલાકમાં ફરીયાદની કોપી આપવામાં નહી આવે તો જવાબદારો સામે હાઇકોર્ટમાં જવાનો તેમ સ્‍પષ્‍ટ પોલીસ તંત્ર લેખીતમાં જણાવેલ છે.

સૌરાષ્‍ટ્ર, ગુજરાત, ભારત તેમજ વિશ્‍વમાંથી અનેક  રઘુવંશી આગેવાનોએ કેન્‍દ્ર, રાજય સરકારને ઈમેલ દ્રારા આવેદન પત્ર આપી અનેક માંગણીઓ કરેલ છે તેમજ મોટા ભાગના વિવિધ સમાજોના આગેવાનો અને મોટી સંખ્‍યામાં નાગરીકોએ ડો.ચગ પરીવારને ન્‍યાય મળે તેમજ સાંસદ અને તેના પિતા સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી તે અંગે મોટી સંખ્‍યામાં આવેદનો દેવાયેલ છે.

આમ છતા દબાણના લીધે કંઇ થતુ નથી ?  તેવ પ્રશ્‍ન સર્વત્ર થઇ રહેલ છે. શું સામાન્‍ય પ્રજાએ તો કયારેય ફરીયાદ કરવાની જ નહી ? જયાં જુવો ત્‍યાં એક જ ચર્ચા છે કે સાંસદ સામે કેમ કોઇ પગલા લેવાતા નથી?

તપાસનિશ અધિકારી ઈશરાણી તા.રરથી રજા ઉપર છે જયારે પોલિસવડા ટ્રેનીગમાં ગયેલ છે. જેમનો ચાર્જ જુનાગઢના એસ.પીને સોંપાયેલ હોય તેવું કન્‍ટ્રોલ રૂમે જણાવેલ હતું.

(11:35 am IST)