Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

દ્વારકા જઇ રહેલા પદયાત્રીઓ માટે રાજકોટ તાલુકા પોલીસે શરૂ કર્યો સેવા-સલામતિ કેમ્‍પ

સુવા-બેસવાની, જમવાની અને મેડિકલ સુવિધાઃ અકસ્‍માત ન નડે તે માટે કપડા પર રિફલેકટર લગાડી અપાય છેઃ ફ્રુટ, જ્‍યુસ, સરબત, ચા-પાણીની પણ સુવિધા

રાજકોટઃ પગપાળા દ્વારકા દર્શને જઇ રહેલા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા કાલાવડ રોડ મોટા મવા નજીક પોલીસ સ્‍ટેશન બહાર સેવા અને સલામતિ કેમ્‍પ શરૂ કરવામાં આવ્‍યો છે. આ કેમ્‍પમાં રહેવા, જમવાની, મેડિકલ સુવિધા છે. ચા-પાણી, ફ્રુટ, જ્‍યુસ અને સરબત પણ અપાય છે. બપોરે અને રાત્રે રોકાણ માટે સુવા-બેસવાની વ્‍યવસ્‍થા છે. અકસ્‍માતના બનાવો ન બને તે માટે હાઇવે સલામતિનું યોગ્‍ય સુચન અપાય છે. તેમજ પદયાત્રીઓના કપડા તથા સામાન પર રેડિયમ રિફલેક્‍ટર લગાવવામાં આવે છે. જેથી વાહન અકસ્‍માત અટકાવી શકાય. ગરમથી બચવા ટોપી અપાય છે. પદયાત્રીઓને જરૂરી મેડિકલ સારવાર મળી રહે તે માટે કેમ્‍પ ખાતે એમ્‍બ્‍યુલન્‍સ, ડોક્‍ટરની ટીમ પણ હાજર રખાય છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી વી. જી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ મોરવાડીયા, આર. બી. જાડેજા  અને ડી. સ્‍ટાફની ટીમે આ વ્‍યવસ્‍થા ઉભી કરી છે. સતત ચાર વર્ષથી તાલુકા પોલીસની ટીમ આ સેવા સલામતિ કેમ્‍પનું આયોજન કરે છે.

(11:34 am IST)