Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામનગર પોસ્‍ટલ ડિવિઝન દ્વારા ‘‘બસંત બચત મહોત્‍સવ''ની માહિતી આપવા બાઈક રેલી યોજાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૪ :  સમગ્ર ભારતમાં ‘‘બસંત બચત મહોત્‍સવ'' અંતર્ગત રાષ્‍ટ્રીય સ્‍તરની નવા પી.ઓ.એસ.બી. ખાતા ખોલવા માટે એક સ્‍પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતગૅત, જામનગર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોની તમામ પોસ્‍ટ ઓફિસમાં આગામી તા. ૨૪ ફેબ્રુઆરી સુધી નવા ખાતા ખોલવામાં આવશે. તેમજ બાળકો માટે પબ્‍લિક -ોવિડન્‍ટ ફંડ યોજનાનો લાભ મળે તે માટે ‘‘ધ્રુવ સંકલ્‍પ અભિયાન''શરૂ કરાયું છે. આ યોજનામાં રોકાણ કરવામાં આવેલો રકમ બાળકોના ભવિષ્‍યને સુનિヘતિ કરશે.

 જામનગર પોસ્‍ટલ ડિવિઝન દ્વારા લોકોને જાગળત કરવા તેમજ આ યોજનાની માહિતી આપવા માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જામનગર શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ ચાંદી બજારમાં હેડ પોસ્‍ટ ઓફિસ પાસે આ રેલીનું સમાપન થયું હતું. જામનગર પોસ્‍ટલ ડિવિઝનના અધિક્ષક   જી.પી. તલગાંવકર દ્વારા જામનગરના નગરજનોને આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ યોજના અંગે વધુ માહિતી માટે નજીકની પોસ્‍ટ ઓફિસ અથવા મુખ્‍ય કચેરીના સંપર્ક નં.૦૨૮૮-૨૬૭૬૫૯૨ પરથી મેળવી શકાશે, તેમ પોસ્‍ટ ઓફિસ સુપ્રીટેન્‍ડેન્‍ટ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(11:26 am IST)