Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

લીંબડી-સુરેન્‍દ્રનગર હાઇ-વે ઉપર કાર પલ્‍ટી જતા ૫ ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૫ : લીંબડી-સુરેન્‍દ્રનગર હાઈ-વે રોડ પર સમલા ગામની નજીક કાર ગલોટયું ખાઈ જતાં અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ૫ લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા. લીંબડી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી ૧૫ જેટલી યુવતી ઈકો કારમાં સવાર થઈ સુરેન્‍દ્રનગર ખાતે આવેલી મેક્‍સન કંપનીમાં ફરજ બજાવવા જઈ રહી હતી ત્‍યારે લીંબડી-સુરેન્‍દ્રનગર હાઈ-વે રોડ પર સમલા ગામની નજીક કાર ચાલકે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરીને સ્‍ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ગલોટયા ખાઈ ખાડા પડી હતી.

 અકસ્‍માત સર્જાતાં કારમાં સવાર યુવતીઓએ બૂમાબૂમ કરી હતી. હાઈ-વે પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓએ અકસ્‍માતગ્રસ્‍ત કારમાંથી મુસાફરોને બહાર કાઢયા હતા. અકસ્‍માતમાં વંદનાબહેન પ્રભુભાઈ, પૂજાબહેન રાજેશભાઈ, પ્રીતિબહેન વાલજીભાઈ, સંગીતાબહેન રણછોડભાઈ, મીન્‍ટુબહેન ઘનશ્‍યામભાઈને ઈજા પહોંચી હતી. ૧૦૮ની ટીમે ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હૉસ્‍પિટલે ખસેડ્‍યા હતા.

(11:20 am IST)