Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

સુરેન્‍દ્રનગરના દુધરેજમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : સુરેન્‍દ્રનગરનાં દુધરેજ વિસ્‍તારનાં રહીશોએ પ્રાથમિક સુવિધાનાં અભાવને કારણે વેઠવી પડતી મુશ્‍કેલીની રજુઆત ગાંધીજીના ચિંધ્‍યા માર્ગે તંત્રવાહકોને આવેદન પત્રની જગ્‍યાએ ફુલ આપીને કરી હતી.

સુરેન્‍દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકામાં છેલ્લા ૨૦ કરતા વધુ વર્ષોથી દુધરેજનો સમાવેશ કરવામાં આવ્‍યો છે તેમ છતાં અહીં રસ્‍તા, પાણી, ગટર જેવી -ાથમિક સુવિધા યોગ્‍ય રીતે ન મળતા કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્‍યા હતા.  દુધરેજનાં રહીશોએ કલેકટર કચેરીનાં પ્રાંગણમાં નગરપાલીકાનાં ચીફ ઓફીસરનો ઘેરાવ કરી પ્રાથમીક સુવિધા આપવાની માંગ કરી હતી. ચીફ ઓફિસર અને અધિક કલેકટરને આવેદનપત્રનાં સ્‍થાને ફુલ આપીને પોતાની રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દુધરેજ વિસ્‍તારમાં રસ્‍તા, પાણી, ગટર, તાાનાગાર જેવી પ્રાથમિક સુવિધાના અભાવને પગલે રહીશોમાં રોષની લાગણી છે. અને તંત્રને આ અંગે અવાર-નવાર રજુઆતો પણ કરવામાં આવે છે

(10:41 am IST)