Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મહર્ષિ અરવિંદ જન્‍મ જયંતિ નિબંધ સ્‍પર્ધામાં સરલાની વિદ્યાર્થીની જિલ્લા પ્રથમ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૫ : રમત-ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ, ગાંધીનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, સુરેન્‍દ્રનગર દ્વારા આયોજિત મહર્ષિ અરવિંદ જન્‍મ જયંતિ સંદર્ભે  જિલ્લાકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓ  જોરાવરનગરની સવા શાળા ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સરલાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધાઓમાં શિક્ષક વારિસભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો.મહર્ષિ અરવિંદની જન્‍મ જયંતિ સંદર્ભે વિવિધ સોઅર્ધાઓમાં સરકારી શાળા એ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. હતો.જેમાં નિબંધ સ્‍પર્ધામાં સોરમીયા શીતલ જિલ્લા પ્રથમ આવી હતી.સોરમીયા શીતલ ને શાળાના શિક્ષક વારિસભાઈ ભટ્ટા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

શીતલ હવે રાજ્‍યકક્ષાએ સરકારી શાળા અને સુરેન્‍દ્રનગર જિલ્લાનું રાજ્‍ય કક્ષા એ પ્રતિનિધિત્‍વ કરશે..શાળાના આચાર્ય આર એન પ્રજાપતિ સહિત સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી.આમ, સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા સરલા એ વધુ એક સફળતા મેળવી હતી.

(10:40 am IST)