Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભાવનગરની સ્‍વામી વિવેકાનંદ શાળામાં યોગ સંવાદ

ભાવનગર : ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા શ્રી સ્‍વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે ભાવનગરના યોગ કોર્ડીનેટર ડો. રિદ્ધિ પિનાકીન માંડળીયા દ્વારા યોગ સંવાદનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો તેમાં કોચ   હેતલબેન રાઠોડ તેમજ રાજેશ્રીબેન અને તુષારભાઈએ ખુબ સરસ યોગ અભ્‍યાસ કરાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો. બાળકોએ આરોગ્‍ય લક્ષી તેમજ  જીવનમાં યોગનું મહત્‍વ શું છે માર્ગદર્શન મેળવ્‍યું શાળાના આચાર્યશ્રી રણજીત સરે   કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપ્‍યો.(તસ્‍વીર-અહેવાલ : વિપુલ હિરાણી,ભાવનગર)

(10:38 am IST)