Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભાવનગર એકસલ એક્‍સપ્રેશનના કાર્યક્રમમાં શિશુવિહાર સંસ્‍થાનું અભિવાદન

ભાવનગર : કલા ,સંસ્‍કળતિ અને શૈક્ષણિક સંસ્‍કારથી સભર ભાવનગરમાં નવી પેઢી પોતાની વારસાગત ઓળખ જાળવી રાખે તે હેતુસર છેલ્લા ૨૪ વર્ષથી સાતત્‍ય પૂર્ણ રીતે યોજાતા એક્‍સલ એક્‍સપ્રેશનના વિનર શોમાં શિશુવિહાર સંસ્‍થાના યોગદાનની નોંધ લેતા સંસ્‍થાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્‍યું. મેઘાણી ઓડિટોરિયમમાં યોજાયેલ સમારોહમાં સુમીટોમો કેમિકલ ઇન્‍ડિયા લિમિટેડના એમ.ડી સુનિલભાઈ મારફતિયા તથા લોકભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર  ભદ્રાયુભાઈ  વછરાજાનીની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયેલ સમાપન સમારોહમાં શિશુવિહાર સંસ્‍થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ એ સંસ્‍થા અભિવાદન સ્‍વીકાર્યું હતું.(તસ્‍વીર-અહેવાલ : વિપુલ હિરાણી,ભાવનગર)

(10:36 am IST)