Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

વિકાસની આર્થિક દિશા નિર્ધારિત કરતું બજેટ: સાંસદ વિનોદ ચાવડા

કચ્છ નર્મદા શાખા નહેર માટે ૧૦૮૨ કરોડની જોગવાઈ સહિત અનેક મહત્વની જોગવાઈઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

 રાજ્યનું ૨૦૨૩/૨૪ માટેનું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડનું બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રજુ કરેલ બજેટ જોગવાઈ એ પાંચ વર્ષ ની સરકારની કામગીરી માટેનો રોડ મેપ છે. આ બજેટ ને આવકારતા મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર નું આ બજેટ સમાજના દરેક વર્ગો ને ધ્યાનમાં રાખી લોક હિતને રજુ કરતું બજેટ છે. જેને હું આવકારું છું. બજેટની મહત્વની જાહેરાતોની હાઈલાઇટ્સ અંગે ધ્યાન દોરતાં સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં નર્મદા નહેર ના બાકી કામો માટે તેમ જ જળસંગ્રહ માટે ફાળવાયેલા માતબર નાણાકીય જોગવાઈને આવકારી હતી.

*બજેટ માં કચ્છમાં નર્મદા નહેરના બાકી કામો માટે ૧૦૮૨ કરોડની જોગવાઈ,*ઓન લાઇન શિક્ષણ નો વ્યાપ વધારવા ડિઝીટલ લાઈબ્રેરી બનશે. *૨૦ હજાર નવી કોમ્પ્યુટર લેબ ઊભા કરાશે *પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧ લાખ લોકો ને આવાસ, *૨ લાખ કરોડનો ખર્ચ થશે ગરીબોની સામાજીક સુરક્ષા, *શાળાઓ માં ૫૦ હજાર નવા વર્ગ ખંડો ઉમેરાશે, *વ્યાજબી ભાવ ની દુકાનોમાં જાડા અન અનાજ નો સમાવેશ, *૮૫ લાખ કુટુંબો ને સ્વાસ્થય સુવિધા મળશે 

શિક્ષણ માટે ૪૩,૬૫૧ કરોડ ની જોગવાઈ સહિતની અનેક નાણાકીય જોગવાઈને આવકારી સાંસદ વિનોદ ચાવડાએ રાજ્ય સરકારના બજેટને વિકાસલક્ષી અને પ્રજાકીય કલ્યાણ, જનહિત માટેનું ગણાવ્યું હતું.

(10:11 am IST)