Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મુંદરાના સેનેટરી પેડ ઉત્પાદન યુનિટને હંગામી ધોરણેચલાવવા સ્વ: સહાય જુથ પાસેથી અરજીઓ મંગાવાઈ

રસ ધરાવનાર સ્વ:સહાય જુથે તેની નાણાકીય સધ્ધરતા-ઉત્પાદન આવડત તેમજ માર્કેટિંગ અનુભવ વગેરે સાથે અરજી કરવી

ભુજ:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેકટ અંતર્ગત મુંદરા ખાતે સેનેટરી નેપકિન યુનિટ ઊભું કરવામાં આવેલું છે. સેનેટરી પેડ ઉત્પાદન યુનિટ હંગામી ધોરણે ચલાવવા માટે સ્વ: સહાય જુથ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી રસ ધરાવનાર સ્વ:સહાય જુથે તેની નાણાકીય સધ્ધરતા-ઉત્પાદન આવડત તેમજ માર્કેટિંગ અનુભવ વગેરે સાથે ઓફિસ નં.૨૨૮, જૂની મામલતદાર ઓફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુંદરા રોડ, ભુજ-કચ્છ પર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે ૯૦૯૯૯૫૬૩૭૦ પર સંપર્ક કરવા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.

(10:10 am IST)