Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ:બાઇકમાં બે શખ્સો ધસી આવ્યા : હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નાસી ગયા

ગોંડલ :ગોંડલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતો યુવાન રાત્રિના પત્ની સાથે ઘર નજીક વોકિંગ પર નીકળ્યો હતો ત્યારે બાઈકમાં આવેલા બે શખસોએ તેના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કરી નાસી ગયા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી સમડીના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલમાં આઈટીઆઈની પાછળ નાગડકા રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટી મા રહેતા દેવરાજ બાવનજીભાઈ જાદવ (ઉ.વ ૩૬) નામના યુવાને ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ તે ભુણવા ગામમાં આવેલ જયુપીટર કંપનીમાં મજૂરી કામ કરે છે. રાત્રિના તે તથા તેમના પત્ની ઘર નજીક આઈટીઆઈના પુલ પાસે વોકિંગ કરતા હતા ત્યારે રાત્રિના ૯:૩૦ વાગ્યા આસપાસ ઓવર બ્રિજ પાસે પહોંચતા રણછોડ નગર તરફથી બાઈકમાં બે શખ્સો તેમની પાસે ધસી આવ્યા હતા જેમાં પાછળ બેઠેલા શખ્સે ઓચિંતા યુવાનના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કરી  બંને શખશો નાસી ગયા હતા. દરમિયાન આ સમયે દિવ્યરાજસિંહ ઝાલા નામના યુવાન બુલેટ લઈને નીકળ્યા હોય તેમણે બનાવ બાબતે પૂછ્યું હતું અને બાદમાં આ બંને શખસોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા. ત્યારબાદ યુવાને આ અંગે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી સમડીના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.

(10:03 am IST)