Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ગોંડલ કોર્ટની આજુબાજુ ગેરપ્રવૃત્તિ થતી હોવાની બૂમ :કોર્ટની દીવાલની બાજુનાં પાર્કિંગ માં અન્યોના વાહન પાર્કિંગ બધ કરવા માંગ ઉઠી

 
ગોંડલ:ગોંડલ બાર એસસિયેશન દ્વારા સિવિલ જજને લેખિતમાં જણાવાયું હતું કે ગોંડલ કોર્ટ બિલ્ડીંગની આજુબાજુ આવારા તત્વો ગેર- કાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે તેમજ કોર્ટની બિલ્ડીંગ બહાર આવેલ જગ્યા પર વકીલો અને કોર્ટ કર્મચારીઓ માટે કાર પાર્કિંગ રાખવામાં આવેલ છે તથા કોર્ટનું કાર પાર્કિંગ છે તેવું પણ દર્શાવેલ છે. છતાં પણ કેટલાક લોકો  ત્યાં કાર પાર્કિંગ કરી જતા રહે છે. જેથી વકીલ મિત્રોને વાહન પાર્કિંગ કરવામાં તકલીફ પડે છે તેથી કોર્ટની આજુબાજુમાં તત્વો જે ગેર પ્રવૃતિઓ કરી રહ્યા છે તથા કેટલાક લોકો વાહન પાર્કિંગ કરી જતા રહે છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીને આ પ્રવૃત્તિ અટકાવવા આપ નામદાર મારફત યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે. તેમજ P.W.D દ્વારા બિલ્ડીંગ પાર્કિંગમાં છાપરા નાખી આપે તે અંગે યોગ્ય કાર્યવાહી થવા અંગે અંતમાં જણાવ્યું હતું.
 
 
 
 
 

 

(12:42 am IST)