Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જયેશ પટેલ અને તેની ટોળકી સામે આક્ષેપ :આગામી દિવસોમાં મોટા ખુલાસા કરશે: જામનગરમાં જીતેન્દ્ર ગોરીયાની પ્રેસ કોન્ફરન્સ

જીતેન્દ્ર ગોરીયાએ કહ્યું પુરાવા સાથે વાત કરશે:અનેક મુદ્દે હવે જયેશ પટેલ ટોળકી સામે ખુલ્લેઆમ મેદાને ઉતરશે

જામનગરમાં જીતેન્દ્ર ગોરીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ મારી જમીન પચાવી પાડેલ અને તેના વિરૂધ્ધ હું કાંઇ ના બોલી શકુ અને તે માટે મને ખોટી રીતે બીજા કેશમાં મને ફસાવવાને દબાવી રાખવા અંગે છે

જીતેન્દ્ર ગોરીયાએ રજૂ કરેલ મુદ્દા આ મુજબ છે
૧) આટલા સમયબાદ મીડીયાના માધ્યમાથી રજુઆત કરવાનું કારણ એ છે કે મારુ એવુ માનવુ હતુ કે બનેત્યાં સુધી મારે જયલા પટેલ અને તેની તીનક ટોળકીના મોઢે નથી લાગવુ પણ જયારે પાણી સરની ઉપરથી જાય ત્યારે કહેવુ પડે હવે એ લોકોને એમની અસલ ઓકાત બતાવવાનો યોગ્ય સમય આવી ગયો છે.
૨) જેની ખરી હકીકત એ છે કે જયલા પટેલ અને ધૃતી ની નજરમાં શ્રીમંતો, જમીનદાર, બીલ્ડરો વ્યાપારીશ્રી, નજરે અને તકલીફમાં હોય એવા લોકોને ટારગેટ બનાવ્યા બાદ જયેશ એના ભાડાના માણસો દ્રારા લોકોને મીઠી વાતો, લોભાણી ચર્ચા, ગેર માર્ગે દોરી અને ખોટા વાયદા કરી અને લોકોને ફસાવી તેના પ્લાનને અંજામ આપે છે. અને મીલકતનુ જમીન અને રૂપિયા પડાવે છે. અને અંત માં લોકોને સમાજ સામે બદનામી ની ધમકી આપી સંડોવણીના વાટા ઉભા કરી લોકોને છેતરવાના કાવતરા તેની સાથે રહેલા લુખીપનોતી દ્વારા ઘડે છે. હવે બેશરમી સામે માણસાઇ ભુલી નીડરતાથી લડત કરવી જરૂરી છે અને હવેથી આ લડતમાં હું આ લોકોની સામે છું અને જામનગર ની જનતા અને આહીર સમાજ તથા અન્ય સમાજના લોકોને નીવેદન કરુ છુ કે, જયલો, ધૃતિ, ધર્મેશ, યશપાલ તથા તેના સાથીદારો ની ખોટી વાતો અને સોની કજીયાના નાટકમાં વિશ્વાસ નહી કરતા નહીતો પહેલા ભાઇબંધી કરાવી પછી કોઈના હકકની જમીન મીલકત, રૂપિયા પડાવવાના કાવતરમાં ખોવાઇ બેસશો અને આ રીતે કોઇની જોડે પણ થયેલ હોય તો એમને પણ કહુ છુ કે હીમ્મત કરીને પોલીસ ફરીયાદ કરો અને હું પણ પોલીસ ફરીયાદ કરાવુ છું, મારી જમીન ફલેટ, દુકાનુ પચાવી પાડેલ છે.
૩) આરાધના ધામ માં ફાયરીંગ પ્રકરણમાં મારે કોઇપણ જાતનુ કઇ કનેકશન નથી મારી ખોટી રીતે સંડોવણી બતાવવામાં આવેલ છે. જેમા ૨ લોકોના માત્ર માખિક નીવેદનો ના આધારે મને ફસાવવમાં આવેલ છે. જેમાં નેતાઓ અને ભાડા ના માણસોના હાથ છે.
૪) જયારે જામનગરની સામાન્ય ઘરની એક દીકરી નીશા ગેાંડલીયા એકલી લંડન સુધી પહોચી અને જયલા સામે વટથી બેસીને તમાચો મારી અને સ્ત્રી અપમાનનો જવાબ આપી શકે છે અને તેની બીકે જયલો રાતો રાત બેલ માર્શલ જેલ માથી વોમ્સ વોર્ડ જેલ બદલી નાખે છે તો આપણે શું કામ આવા લુખ્ખઓની સામે ન લડવુ જોઇએ.
જામનગરના ધારાશાસ્ત્રી કીરીટભાઇ જોષી ને હું ધન્યવાદ કરુ છુ કે એ વ્યકિતએ જયલા જેવા લુખ્ખાને જાહેરમાં ચાર પગે કરી બતાવ્યો, જયારે એલસીબીમાં જયલો ચાર પગે હતો, કીરીટ જાષીએ મોઢા પર લાત મારી એની ઓકાત બતાવી આજ આપણી વચ્ચે કીરીટ જોષી હૈયાત હોઇ શકત. જામનગરના નાના મોટા નેતાઓ કાર્યકરતા અને જયલાના ભોગ બનનાર લોકો તથા કીરીટ ભાઇના વિશ્વાસુ લોકો એ જયોલા પટેલનો સાથ અને તેના પ્લાનીંગમાં સાથ ના આપેલ હતો તો આજે કીરીટ જોષી આપણી વચ્ચે રહીને યલાના ભોગ બનનારા માટે જામનગરના વકીલ તરીકે જોવા મલત પણ જામનગરની પ્રજાના નશીબ ખરાબ કે જયલાના પ્લાનીંગ માં જયલો ફાવી ગયેલ.
અને હવે આગામી દિવસોમાં અમે તેના સાગરીતો ગુજરાત સરકારને રજુઆત કરવા જઇ રહયો છુ કે ઉચ્ચ કક્ષાએઆ કેસને રી ઇન્વેસ્ટીગેશન ની માંગણી કરવા જઇ રહયો છું
૧) કીરીટ જોષી ના મર્ડર વખતે એક કરોડ એની ઓફીસમાં ઇવા પાર્ક ના પ્લોટમાં દસ્તાવેજ કરવા આગલે દિવસે કરવાના હતા તે રૂપિયા જેના હતા તેને પાછા મળેલ છે કે નહી.
૨) તે દીવસે કીરીટ જોષીને ઓફિસની અંદર જાણી જોઇને અન્ય માણસો દ્વારા પ્રીપ્લાનીંગ થી ડ્રીંક કરવામાં આવેલુ હોય આ મુદાનો સચોટ તપાસમાં કેમ નય અને કીરીટ જોષીના ઓફિસની બારે તથા ઓફિસની અંદરના સીસીટીવી ફુટેજની એન્ટ્રી કોની કોની હતી એ તપાસ નો પણ વિષય છે. આવા મહત્વની કડીઓ અને મુદાઓ તથા તપાસ અપવાદ રૂપે બહાર નથી આવેલ તેની પાછળનું કારણ શુ?
૬) બીટ કોઇન ના પ્રકરણમાં હું આગામી પ્રેશ કોન્ફરન્સ માં ખુલાશા કરવાની તૈયારીમાં છુ પુરાવા સાથે.
૭) હુ થોડાક જ દીવસોમાં બીજી પ્રેશ કોન્ફરન્સ કરીને જયલા અને તેના સાગરીતો તથા જયલા પટેલ જોડે રહેલ વેપારી, રાજકારણી તથા લુખ્ખાઓની લેવડ દેવડ જમીનના સોદા કયાંથી કેવી રીતે પેમેન્ટ આવેલ, કોના હાથમાં પેમેન્ટ આવેલ એ પેમેન્ટ કયા માણસોને દબાવીને કઢાવેલ હોય તેના સબુત સાથે સરકારશ્રીને, પોલીસને, ઇડી, ઇન્કમટેકસ, અને મીડીયાને શોપીસ.
૮) જો મારુ મર્ડર થઇ જાયતો આના જીમેદાર જયલો રાણપરીયા, ધૃતી રાણપરીયા, ધર્મેશ રાણપરીયા, યશપાલ અને એક રાજકીય નેતા એનુ નામ અને બધા પુરાવા અને પ્રુફ સહિત મેં પેન ડ્રાઇવમાં રાખેલ છે. તે મારા દિકરા પાસે અને અંગત મિત્ર જે તે વખતે રજુ કરી દેશે.
જામનગરમાં જીતેન્દ્ર ગોરીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જયેશ પટેલ અને તેની ટોળકી સામે આક્ષેપ કરી આગામી દિવસોમાં મોટા ખુલાસા કરશે તેવી પુરાવા સાથે વાત કરશે તેમ જણાવી અનેક મુદ્દે હવે જયેશ પટેલ ટોડકી સામે ખુલ્લેઆમ મેદાને ઉતરશે તેમ જણાવ્યું હતું.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:59 pm IST)