Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબી: સરકારના બજેટમાં લોજીસ્ટીક ફેસીલીટી, નવલખી બંદરની ક્ષમતા વધારવા જોગવાઈઓ.

ઘડિયાળ ઉદ્યોગને સીધો ફાયદો નહિ, લોજીસ્ટીક ફેસીલીટીથી સિરામિક ઉદ્યોગને લોજીસ્ટીક ખર્ચમાં રાહત મળશે તેવો મત.

મોરબી : આજે રાજ્ય સરકારે બજેટ રજુ કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રના વિકાસ માટે રકમની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીના ઉદ્યોગપતિઓ પણ બજેટ તરફ મીટ માંડીને બેઠા હતા જોકે બજેટમાં મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ માટે ખાસ કઈ ફાયદો જોવા મળતો નથી પરંતુ નવલખી પોર્ટની હેન્ડલિંગ ક્ષમતા વધારવા જે રકમની ફાળવણી કરાઈ છે તેનો ફાયદો મોરબીને ચોક્કસ મળશે
રાજ્ય સરકારના બજેટમાં સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થયો નથી ગેસના ભાવ સતત વધી રહ્યા છે પ્રોડ્કશન કોસ્ટમાં વધારો થયો છે ત્યારે કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારના બજેટે પણ સિરામિક ઉદ્યોગને નિરાશ કર્યું હોય તેમ લાગી રહ્યું છે રાજ્ય સરકારના બજેટને ઉદ્યોગપતિઓ એવરેજ રેન્કિંગ આપી રહ્યા છે જયારે બીજી તરફ ઉદ્યોગના લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા અને લોજીસ્ટીક ફેસીલીટી વિકસાવવા રફાળેશ્વર અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા રૂ ૨૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ રફાળેશ્વર ખાતે લોજીસ્ટીક ફેસીલીટી વિકસવાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે
તે ઉપરાંત મોરબી જીલ્લાનું એકમાત્ર નવલખી બંદરના વિકાસ માટે પણ ૧૯૨ કરોડનું આયોજન કરાયું છે નવલખી પોર્ટની હેન્ડલિંગ ક્ષમતા ૮ મીલીયન મેટ્રિક ટનથી વધારીને ૨૦ મીલીયન મેટ્રિક ટન કરવા માટે રૂ ૧૯૨ કરોડનું આયોજન કર્યું છે જે પોર્ટના વિકાસથી સમગ્ર મોરબી જિલ્લાને ફાયદો થશે
લોજીસ્ટીક કોસ્ટ ઘટતા ફાયદો થશે, બજેટ એવરેજ : સિરામિક એસો પ્રમુખ
આજે રાજ્ય સરકારના બજેટ અંગે મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે લોજીસ્ટીક કોસ્ટ ઘટવાથી ઉદ્યોગને ફાયદો થશે બજેટમાં અન્ય કોઈ સીધો ફાયદો નથી તો સરકારના બજેટમાં અપેક્ષાઓ વિશે જણાવ્યું હતું કે શ્રમિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ઉધોગમાં વપરાતા નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવાય તેવી આશા-અપેક્ષાઓ હતી પરંતુ તે કોઈ લાભ મળ્યો નથી
ઘડિયાળ ઉદ્યોગ માટે નો પ્રોફિટ, નો લોસ્ટ : પૂર્વ પ્રમુખ
બજેટ અંગે મોરબી ઘડિયાળ એસોના પૂર્વ પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે ઘડિયાળ ઉદ્યોગને કોઈ રાહત મળી નથી જોકે કોઈ નવા કરવેરા પણ નાખવામાં આવ્યા નથી ઘડિયાળ ઉદ્યોગ માટે નો પ્રોફિટ નો લોસ જેવી સ્થિતિ છે નવલખી બંદરના વિકાસથી મોરબીને ફાયદો થશે અને મોરબીના ઉદ્યોગપતિ તરીકે તેઓ સરકારના નિર્ણયને આવકારે છે

 

(11:38 pm IST)