Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

બજેટને બિરદાવતા સાસંદ વિનોદ ચાવડાએ કહ્યું: ‘વિકાસની આર્થિક દિશા નિર્ધારિત કરતું ગુજરાતનું બજેટ’

કચ્છમાં નહેરના બાકીમ કામો માટે ૧૦૮૨ કરોડની જોગવાઈ: ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજીટલ લાઈબ્રેરી બનશે:૨૦ હજાર નવી કોમ્પ્યુટર લેબ ઊભા કરાશે.

મોરબી :આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું ત્યારે આ મામલે કચ્છ-મોરબી જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડના બજેટને ‘વિકાસની આર્થિક દિશા નિર્ધારિત કરતા ગુજરાતના બજેટ તરીકે આવકાર્યું હતું.

  આ અંગે સાસંદ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં કચ્છમાં નહેરના બાકીમ કામો માટે ૧૦૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજીટલ લાઈબ્રેરી બનશે. જેને પગલે ૨૦ હજાર નવી કોમ્પ્યુટર લેબ ઊભા કરાશે. કચ્છભરની નજર હતી તેવા રાજ્ય સરકારના અંદાજપત્રમાં કચ્છમાં નહેર કામ માટે ૧૦૮૨ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. આ વર્ષે બજેટમાં શિક્ષણ માટે ૪૩,૬૫૧ કરોડની જોગવાઈ કરાઈ છે. આ સાથે શાળાઓમાં ૫૦ હજાર નવા વર્ગ ખંડો ઉમેરાશે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેથી આ બજેટમાં ૮૫ લાખ કુટુંબોને સ્વાસ્થય સુવિધા મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧ લાખ લોકોને આવાસ આપવામાં આવશે. ૨ લાખ કરોડનો ખર્ચ થશે ગરીબોની સામાજીક સુરક્ષા પણ પ્રદાન કરવામાં આવી છે અને વ્યાજબી ભાવે દુકાનોમાં અનાજ આપવામાં આવશે

(11:22 pm IST)