Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

મોરબીમાં બીઆરસી કક્ષાની વાંચક સ્પર્ધાને મળેલો બહોળો પ્રતિસાદ

મોરબી, તા. ૨૫ : કહેવાય છે કેપુસ્તકએ માનવજાતનો ઉત્ત્।મ આત્મિક મિત્ર છે. મનુષ્યના જીવનને માનસિક અને આત્મિક આનંદ અને સાતા આપનાર કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો તે વાચન અને પુસ્તકો છે.ખૂણામાં રહેલ એક નાનકડો દીવડો અને સાત્વિક પુસ્તકના સથવારા જેવું બીજું કોઈ સારૃં સુખ નથી.

સંશોધન એમ કહે છે કે જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસની સાથે વાંચનાલય અને પુસ્તકાલયના સંદર્ભ પુસ્તકોનું વાચન અને અર્થગ્રહણ કરે છે,તેવા વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રહ્યાં છે. વિદ્યાર્થીઓ નાનપણથી જ વાચન પ્રત્યે અભિમુખ બને,સમજપૂર્વકનું વાચન કરે, અર્થગ્રહણ કરી શકે, યોગ્ય ધ્વનિ સાથે આરોહ અવરોહ પૂર્વક અને વિરામચિહ્રનોને ધ્યાનમાં રાખી વાંચી શકે અને સાથે સાથે વાંચેલ પુસ્તકનો સારાંશ પ્રસ્તુત કરી શકે તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા શાળા કક્ષાથી શરૂ કરી રાજયકક્ષા સુધીની પુસ્તક વાંચક સ્પર્ધાઓ આયોજિત થઈ રહી છે. બી.આર.સી.ભવન-મોરબી ખાતે બી.આર.સી.કક્ષાની પુસ્તક વાંચક સ્પર્ધા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ અને બી.આર.સી.કો.ઓ. સંદીપ બી.આદ્રોજાના આયોજન અને માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ. આ સ્પર્ધામાં તાલુકાના દરેક કલસ્ટરમાંથી ધોરણ ૬,૭,૮,૯,અને ૧૧ ના કલસ્ટર કક્ષાએ યોજાયેલ વાંચક સ્પર્ધામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં મોરબીના નગરજનોને પુસ્તક પ્રેમી બનાવનાર અને વાચન પ્રત્યે અભિમુખ કરનાર પુસ્તક પરબની ટીમે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.પુસ્તક પરબ ટીમના સક્રિય સદસ્ય અને શ્રી શાંતિવાન પ્રા.શા.ના મુખ્ય શિક્ષક મનન બુધ્ધદેવ દ્વારા પ્રાર્થના પ્રસ્તુતિકરણ સાથે સ્પર્ધાની શરૂઆત થઈ. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પુસ્તક પરબના સદસ્યો નિરવભાઈ માનસેતા, કવિ રૂપેશ પરમાર જલરૂપ,અને મિતુલ વડસોલા તેમજ શિક્ષક વિજય દલસાણીયા, રજનીશ દલસાણીયા અને પ્રદીપ કુવાડિયાએ પોતાની સેવા આપી.

(11:50 am IST)