Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

મોરબી કાલીકા પ્લોટમાં રહીમ જારવાણી ઉપર ફાયરીંગ

જૂની અદાવતમાં બે શખ્સો ફાયરીંગ કરી છનન : ઇજાગ્રસ્ત રહીમને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો : જાતે ફાયરીંગમાં ઇજા થઇ કે ફાયરીંગ કરાયું ? તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

 મોરબી તા. ૨૫ : મોરબીના કાલિકા પ્લોટમાં મોડી રાત્રીના સમયે જૂની અદાવતમાં માથાકૂટ થતા બે શખ્સોએ યુવાન પર ફાયરીગ કરી ઇજા કરી હોવાનું જાણવા મળ્યું છે જેથી ઇજગ્રસ્ત યુવાન ને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતો રહિંમ વલીંમામદ જારવાણી નામના યુવાનને ગોળી વાગતા પેહલા મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે જેમાં મળતી વિગત મુજબ યુવાનને જૂની અદાવતમાં બે શખ્સો સાથે માથાકૂટ થતા તેને ગોળી મારી છે ઇજાગ્રસ્ત યુવાન હજુ બેભાન હાલતમાં હોવાથી કયાં કારણોસર ઘટના બની તેમજ બે શખ્સો કોણ હતા આ અંગે હજુ જાણવા મળ્યું નથી પરંતુ પણ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પી.આઈ. આર.જે .ચૌધરી, મહિલા પી.એસ.આઈ વી.કે.ગોંડલીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આરોપીઓ ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ યુવાન પર તે જ વિસ્તારમાં રહેતી માથાભારે ટોળકી હુમલો કર્યો છે પણ સાચી વાત તો ફરિયાદ બાદ જ જાણી શકશે પણ હાલ તે વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.

ઘટના સ્થળે દોડી ગયેલ તપાસનીશ પી.એસ.આઇ. વી.કે.ગોંડલીયાએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત રહીમ જારવાણી હજુ બેભાન હાલતમાં છે. ભાનમાં આવ્યા બાદ પોલીસ ફરીયાદની કાર્યવાહી થશે અને આરોપીઓના નામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

દરમિયાન ફાયરીંગના આ બનાવ શંકાસ્પદ હોવાની પોલીસને શંકા છે. ઇજાગ્રસ્ત રહીમને જાતે ફાયરીંગમાં ઇજા થઇ કે તેના પર કોઇએ ફાયરીંગ કર્યું? તે અંગે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)