Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કુંકાવાવમાં સીએએનાં સમર્થનમાં રેલી

બાવકુભાઇ ઉંઘાડની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

કુંકાવાવ તા. રપ :.. કુંકાવાવ ખાતે સીએએના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનો પ્રારંભ રામજી મંદિરથી થયો હતો ત્યાંથી બસ સ્ટેન્ડ સુધીની રેલીનું આયોજન કરાયુ હતું.

આ તકે મંત્રી બાવકુભાઇ ઉઘાડ, અમરેલી જીલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઇ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઇ અંટાળા, સરપંચ સુભાષભાઇ સુખડીયા, સંજય સુખડીયા, રજની પટેલ, હિરેન મશરૂ, અંગતભાઇ દેવમુરારી, ગામના વહેપારી, ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ અરવિંદભાઇ સોની, તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો યુવાઓ ઉપસ્થિત રહેલ હતાં. જયારે ગ્રામજનોએ નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં સુત્રોચ્ચાર કરેલ હતાં.

(11:37 am IST)