Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

લોધીકાનાં નગરપીપળીયામાં ૩૮૦ વૃક્ષોનું વૃક્ષારોપણ

એન.એસ.એસ.ભાલોડીયા કોલેજ તેમજ સદભાવના ટ્રસ્ટ દ્વારા નગરપીપળીયામાં સન્માન સમારોહ યોજવામાં આવેલ.લોધીકા તાલુકાનું નગરપીપળીયા ગામ એન.એસ.એસ.ભાલોડીયા કોલેજ તેમજ સદભાવના ટ્રસ્ટ દ્વારા દત્ત્।ક લાવામાં આવેલછે. તેના દ્વારા એક માસ પહેલા કોલેજની વિદ્યાર્થીની ગામમાં રોકાણ કરેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ તેમજ સદભાવના ટ્રસ્ટ દ્વારા ગામ પંચાયતના સહયોગથી ૩૮૦વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવેલ. તેના સન્માનનો કાર્યક્રમ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજાઙ્ગ ભાજપ કિસાન મોરચાના પ્રમુખઙ્ગ વિજયભાઈ કોરાટ ગામ પંચાયત સરપંચ કમલેશભાઈ સાકરીયા તેમજ ગામના આગેવાનો મહિલાઓની ઉપસ્થિતિમાં કાર્યકમ યોજવામાં આવેલ. જેમાં ભાલોડિયા કોલેજ રાજકોટ દ્વારા આ કાર્યકમને સહયોગ આપનાર ગામના બાર વ્યકિતઓનુ ખાસ સન્માન કરવામાં આવેલ. તેમજ સદભાવના ટ્રસ્ટના સંચાલક વિજયભાઈ ડોબરીયાનું પણ સન્માન કરવામાં આવેલ. તેમજ આદર્શ ફાઉન્ડેશન દ્વારા નગરપીપળીયા ગામને કાયમી સ્વચ્છ રાખવા માટે દત્ત્।ક લેવા મા આવેલ છે. તેનો સર્વે ગામ માં ચાલુ છે તેમજ ગામની અંદર અંધશ્રદ્ઘા વહેમ દુર કરવા સ્વચ્છતા અભિયાનને લગતા કાર્યક્રમો આવતા દિવસોમાં આદર્શ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવશે.(તસ્વીરઃ અહેવાલઃ ભીખુપરી ગોસાઇ.ખીરસરા)

(11:37 am IST)