Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભાવનગર : બાળકોનો સાયકલ પ્રવાસ

ભાવનગર : અહિંની શિશુવિહાર સંસ્થા ક્રીડાગણનાં ૪૦ સ્કાઉટનાં વિધાર્થીઓએ ૧૭ કિ.મી. દુર ખોડિયાર મંદીર પાસે આવેલ પટ્ટણી ફાર્મ ખાતે સાઈકલ પ્રવાસ યોજવામાં આવેલ તેમજ પ્રકૃતિનાં ખોળે બાળકોએ ભોજન બનાવીને આંનદ માણ્યો હતો. તે ઉપરાંત વિવિધ ઝાડ,છોડ,ફુલ અને પક્ષી વિષે માહીતી મેળવી હતી તથા ગીત,હર્ષનાદનો આંનદ માણ્યો હતો. . આ કાર્યક્રમનું સંચાલન સ્કાઉટ માસ્ટર હરેશભાઇ ભટ્ટ તથા કમલેશ ભાઈ વેગડએ કર્યું હતુ.

(11:32 am IST)