Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પત્નિની દેવા લેવા વંથલી ગયેલા ટીનમસના રૂખડભાઇ કોળીનું હિટ એન્ડ રન'માં મોત

કોળી વૃધ્ધ ૨૨મીએ રસ્તો ઓળંગતા હતાં ત્યારે કારનો ચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો હતોઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: વંથલીના ટીનમસ ગામના કોળી વૃધ્ધ રૂખડભાઇ દાનાભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૬૨)નું હિટ એન્ડ રનના બનાવમાં મોત નિપજ્યું છે. રૂખડભાઇ ૨૨મીએ પોતાના પત્નિ સવિતાબેનની દવા લેવા માટે પોતાના ગામથી વંથલી ગયા હતાં. જ્યાં રસ્તો ઓળંગતી વખતે કોઇ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી.

રૂખડભાઇને વંથલી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગઇકાલે સાંજે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કાગળો કરી વંથલી પોલીસને મોકલ્યા હતાં. મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. પત્નિની દવા દર મહિને લેવાની હોઇ જે પુરી થઇ ગઇ હોઇ લેવા માટે વંથલી ગયા હતાં ત્યારે કાર ચાલકે ઉલાળી દીધા હતાં.

(11:28 am IST)