Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વડોદરાના આદીવાસી પરિવારના પુત્રનું માતા પિતા સાથે મિલનથી ખુશીની લ્હેર

સુત્રાપાડાના ઉષાબેન કુશકીયાની પ્રસંશનીય કાર્યવાહી

સુત્રાપાડા,તા.૨૪: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામનાં આદિવાસી પરિવાર લવધનભાઇ છીતાભાઇ વસાવાનો અસ્થિર મગજનો યુવાન પુત્ર કાનો અસ્થિર મગજના કારણે ચાર-માસ પહેલા ઘરેથી નીકળી જતા ગીર-સોમનાથ ચડી આવેલ ત્યારે સુપાસી ટોલનાકા પાસે આવેલ 'નિરાધારનો આધાર આશ્રમ'નાં સંચાલકોનાં ધ્યાને આ અસ્થિર મગજની યુવાન ચડી આવતા આશ્રમમાં આશ્રય આપી પોલીસને જાણ કરેલ.

આ યુવાનના પરિવાર જનોને કરજણ પોલીસ દ્વારા જાણ કરતા આ આદિવાસી પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો પરંતુ આ ખેતમજુરી કરતો ગરીબ-અભણ પરિવારે અટાલીના સરપંચ જીતેન્દ્રભાઇ પટેલને જાણ કરતા સરપંચ કરજણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હિતેષભાઇ ગોહીલને સાથે રાખી પુત્રના પિતા સાથે 'નિરાધારનો આધાર આશ્રમ' પહોંચી કાનાને મળેલ અને  લઇ જવા જણાવતા આશ્રમનાં સંચાલકો દ્વારા વાલીની ખાત્રી અંગે સોગંદનામું તેમજ પોલીસને જાણ કરવા જણાવતા એક કોંગ્રેસી આગેવાનનાં કહેવાથીને આ આદિવાસી પિતા આગેવાનનો સાથે રૂબરૂ મળતા જ ઉષાબેન કુશકિયાએ માનવતા દાખવી તમામ કાગળો વિના મૂલ્યે કરી આપી તેમને સાથે રહી આ પિતાને તેમનો પુત્ર સોંપાવી આપેલ. ત્યારબાદ ઉષાબેન કુસકીયાએ પિતા-પુત્રને પોતાની ઓફિસે લાવી ચા-પાણી નાસ્તો કરાવી વિદાય આપેલ.

આ તકે આ આશ્રમનાં સંચાલક જનકભાઇ પારેખની પ્રશંસનીય  અને પ્રેરણાદાયક કારગીરીથી ઉષાબેન કુસકીયા તેમજ આવેલ કોંગ્રેસ અગ્રણીઓ ખુબ જ પ્રભાવિત થયેલ હતા.

(12:21 pm IST)