Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સડક સુરક્ષા જીવન રક્ષાઃ કાગવડ ખાતે જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા પોસ્ટર લગાવાયું

રાજકોટઃ રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારનાઓ દ્વાર ખોડલધામ મંદીર કાગવડ ખાતે અકસ્માત પ્રદર્શન પોસ્ટર ખુલ્લુ મુકવામાં આવેલ અને માર્ગ સલામતીની ઉજવણી અન્વયે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાગવડ ખાતે આવતા જતા યાત્રીકો અકસ્માત પોસ્ટર પ્રદર્શન નિહાળી શકાય તે રીતે તા.૧૭-ર સુધી ખુલ્લુ મુકવામાં  આવેલ છે. જેમાં અકસ્માત અંગેના વિવિધ પોસ્ટરો મુકવામાં આવેલ તેમજ ખોડલધામ મંદીર ખાતે આવતા યાત્રીકો દ્વારા આ કાર્યક્રમ નિહાળી શકે તેમજ આ પ્રસંગે ખોડલધામ મંદીરના ટ્રસ્ટી, ગોપાલભાઇ રૂપાપરા તથા કિચ ગૃપ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ચીમનભાઇ હપાણી, પ્રમુખ સહકાર સેવા ટ્રસ્ટી અમીતભાઇ ભાલારા, આરટીઓ અધિકારી પી.બી.લાઠીયા, પો.સબ. ઇન્સ. આર.એ.ભોજાણી, પો.સબ ઇન્સ. ડી.એલ.ખાચર, નિવૃત સીઇઓ રોડસેફટી ઓથોરીટી ગુજરાતના જે.વી.શાહ ઉપસ્થિત રહયા હતા. જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(12:53 pm IST)
  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST

  • મહારાષ્ટ્રના ૨ ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન: લિજ્જત પાપડના જશવંતીબેન પોપટ અને રજનીકાંત શ્રોફને પદ્મશ્રી એવોર્ડ જાહેર: લિજ્જત પાપડ શરૂ કરનાર સાત મહિલાઓ પૈકીના રઘુવંશી જશવંતીબેન જમનાદાસ પોપટ અને યુનાઈટેડ ફોસ્ફરસના રજનીકાંત દેવીદાસ શ્રોફને કેન્દ્ર સરકારે આજે પદ્મશ્રી એવોર્ડ અપાયાની જાહેરાત કરી છે access_time 1:03 am IST

  • પ-૧૦-૧૦૦ની નોટ માર્ચ પછી :નહિ ચાલે એવા રીપોર્ટ સરકારે નકાર્યા : નવી દિલ્હી : આ વર્ષના માર્ચથી રીઝર્વ બેંક પ-૧૦-૧૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે એવા વ્હેતા થયેલા અહેવાલોને સરકારે નકારી કાઢયા છે PIBએ આ પ્રકારના આવેલા અહેવાલોને ફેક ગણાવ્યા છે એવી ભારપૂર્વક સ્પષ્ટતા થઇ છે કે રીઝર્વ બેંકે આવી કોઇ જાહેરાત કરી નથી. (પ-૧પ) access_time 11:49 am IST