Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન હસમુખભાઈ વખારિયાનું નિધન

ઓર્થોપેડિક પ્રોફેસર અને પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હસમુખભાઈને પોલિયોના મેક્સિમમ ઓપરેશન માટે અસંખ્ય એવોર્ડ મળ્યા હતા ;ચિત્રકૂટમાં રણછોડદાસબાપુની હોસ્પિટલમાં પણ નિયમિત સેવા આપતા

જામનગર :જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન હસમુખભાઈ વખારિયાનું આજે રાત્રે નિધન થયું છે હસમુખભાઈ ઓર્થોપેડિક વિભાગના પ્રોસેસર અને પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા તેઓને પોલિયોના વધુમાંવધુ ઓપરેશન માટે અસંખ્ય એવોર્ડ મળેલા હતા હસમુખભાઈ વખારિયા સેવા પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતા ચિત્રકૂટમાં રણછોડદાસબાપુ હોસ્પિટલમાં હસમુખભાઈ નિયમિતપણે સેવા અપાતા હતા હસમુખભાઈ જામનગર રણછોડદાસ બાપુ ટ્રસ્ટમાં ટ્રસ્ટીપદે સેવા અપાતા હતા અને અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સેવાભાવે જોડાયેલા હતા હસમુખભાઈ પરિવારમાં પત્ની અને એક પુત્ર અને એક પુત્રી છે પુત્ર વિદેશમાં છે તેઓને વિલાપ કરતા છોડી ગયા છે જામનગરના સેવાભાવી અને જાણીતા ઓર્થોપેડિક સર્જન હસમુખભાઈના નિધનથી ઘેરો શોક છવાયો છે હસમુખભાઈની સ્મશાનયાત્રા કાલે શનિવારે સવારે 10 વાગ્યે તેઓના નિવાસસ્થાન જયંત સોસાયટી ખાતેથી નીકળશે 

 

(10:25 pm IST)