Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

જામનગર યાર્ડમાં ચોથા દિવસે હડતાલ સમેટાઈઃકાલથી કપાસ સિવાયની જણસીની ખરીદી

જામનગર, તા. ૨૪ :. જામનગરના હાપા યાર્ડ ખાતે છેલ્લા ૪ દિવસથી મગફ ળી અને કપાસની ધોમ આવક થતા મેદાનમાં રાખવામાં આવેલ જંગી જથ્થાનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને ચાર દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા.

ત્યારે આજે ચોથા દિવસે ચેરમેન રાઘવજીભાઈ પટેલ અને વાઈસ ચેરમેન ધીરૂભાઈ કારીયા સહિતનાએ વેપારીઓ સાથે મીટીંગ કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવી હડતાલનો સુખદ અંત લાવ્યા હતા. કાલથી કપાસની સિવાયની જણસીની આવક યાર્ડ ખાતે થઈ શકશે તેમ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યુ છે.

(4:53 pm IST)