Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પડધરી પંથકના બુટલેગર વિજયસિંહને પાસા તળે સુરત જેલમાં ધકેલાયો

રાજકોટ અને જામનગરમાં પણ દારૂના ગુન્હામાં પકડાઇ ગયો છેઃ એલસીબીના પીઆઇ રાણા તથા ટીમે વોરન્ટની બજવણી કરી

રાજકોટ, તા., ર૪: પડધરી પંથકના બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પંથકમાં ત્રણ થી ચાર પ્રોહીબીશનના કેસમાં સંડોવાયેલ વિજયસિંહ ઉર્ફે ભગી સજુભા જાડેજા (રહે. વિસામણ) સામે રૂરલ એસપી અંતરીપ સુદે પાસાના દરખાસ્ત કરતા જીલ્લા કલેકટરે આ દરખાસ્તને મંજુર કરી વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તથા ટીમેના કાળુભાઇ ડાંગર, મહમદભાઇ, બ્રીજરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી તથા મયુરસિંહ જાડેજા સહિતનાએ  બુટલેગર વિજયસિંહને ઉંઘતો જ ઝડપી લઇ પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ વિજયસિંહ રાજકોટ અને જામનગર જીલ્લામાં પણ દારૂના ગુન્હામાં પકડાઇ ગયો છે.

 

(4:47 pm IST)