Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

સુરેન્દ્રનગરમાં કરિયાવરનું રર તોલા સોનુ લઇને ટાબરીયો ફરાર

આનંદભુવનમાં ફળદુ પરિવારના લગ્ન પ્રસંગે 'કળા' કરનાર સીસી ટીવી કેમેરામાં કેદ

 વઢવાણ, તા. ર૪ : વઢવાણ જીઆઇડીસીમાં નટ-બોલ્ટની ફેકટરી ધરાવતા જગદીશભાઇ ફળદુની દિકરી અંજલીના લગ્ન મૂળ ઉપલેટા પાસે આવેલા સુપડી ગામના વતની અને હાલ મુંબઇ રહેતા મનહરભાઇ આંબાભાઇના પુત્ર મીત સાથે નક્કી કર્યા  હોય આનંદ ભવન ખાતે ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરાયું છે જેના અંદાજે ૧ર૦૦ માણસોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. એક તરફ જમણવાર ચાલુ હતો જયારે બીજીબાજુ લગ્નની વિધી ચાલતી હતી ત્યારે ઘુસી આવેલો ટાબરીયો કરીયાવરમાં આવેલ રર તોલા સોના-સાંદીના ઘરેણા ભરેલ થેલો લઇને ફરાર થઇ ગયો હતો. રૂ. પ.૩૬ લાખના દાગીનાની ચોરી થતા પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ ચોર ટાબરીયાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. લગ્ન સ્થળના સીસી ટીવીના ફુટેજ મેળવવામાં આવતા અંદાજે ૧ર થી ૧૪ વર્ષના છોકરો થેલો લઇને જતા કેમેરામાં કેદ થઇ ગયો હતો.

 દિકરીની વિદાયની ઘડીઓ નજીક આવતાની સાથે માતાનું હૈયુ ભરાઇ આવ્યું હતું થોડી જ કલાકોમાં વ્હાલસોઇ દિકરી પરાઇ થઇ જશે એ વિચાર આવતા માતા રડવા લાગ્યા હતાં. તેમના હાથમાં રહેલી ઘરેણા ભરેલી થેલી મામીને  આપી રહયા હતા ત્યારે ટાબરીયો કામ  કરી ગયો ત્યારબાદ પ્રસંગમાં દોડાદોડી સર્જાઇ હતી. અને ચોરને પકડવા પ્રયાસ કર્યા હતો.

 

(4:46 pm IST)