Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

લીંબડી હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત : ટ્રાફિક જામ

૪ વ્યકિતઓને ઇજા : એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનો પણ ફસાયા

 વઢવાણ, તા. ર૪ : લીંબડી પાસે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતમાં ચાર જેટલા વ્યકિતઓ ઇજાગ્રસ્ત ટ્રાફીકમાં એમ્બ્યુલન્સો પણ અટવાઇ ગઇ. વાહન ચાલકોના મોટા થપ્પા લાગ્યા. બગોદરા-ભીમડી-પાણશીણા પોલીસ કામે લગાવાઇ. સવારના છ થી ૧ર વાગ્યા હોવા છતાં હાઇવે બંધ હાલતમાં.

નોકરી જતા કર્મચારીઓ રસ્તામાં અટવાયા. પોલીસના વાહનો પણ ટ્રાફીકમાં ફસાયા હતા.

રોડ ઉપર  અકસ્માત સર્જી માલ ભરેલુ ડમ્પર પલટી મારતા સમસ્યા સર્જાઇ હતી. ક્રેઇન મંગાવવા માટે ડી.વાય.એસ.પી. પી.જી. જાડેજા હાથ ધરી કવાયત અનેક લોકો રોડ રસ્તા ઉપર ફસાયા મુસાફરો પણ અટવાયા હતા. વૃદ્ધોથી લઇને બાળકોનો દેકારો હાઇવે ઉપર બોલી ગયો હતો.

(4:46 pm IST)