Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

રાજયકક્ષાના દિવ્યાંગ રમતોત્સવમાં જામનગરના ૮ ખેલાડીઓ ઝળકયા

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના હિરલાઓએ વિવિધ સ્પર્ધામાં મેદાન મારી વધાર્યુ હાલારનું ગૌરવ

જામનગર તા.૨૪: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-જિલ્લા રમતગમત અધિકારી હિંમતનગરના માર્ગદર્શન-સહયોગથી થીંક પોઝીટીવ-અમદાવાદ અને ધી સોસાયટી ફોર ધી ફીઝીકલી હેન્ડીકેપ્ડ અમદાવાદ દ્વારા સ્પોટર્સ સંકુલ, (સાબરસ્ટેડીયમ) હિંમતનગર ખાતે યોજાયેલ એ.બી.કેટેગરીની રાજયકક્ષાની રમતગમત સ્પર્ધામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના ધમસાણીયા આરતીબેન પ્રવિણભાઇ ફલ્લા, (ઉંચીકૂદ પ્રથમ), ડઢાણીયા ધારકભાઇ પ્રવિણભાઇ-શેઠવડાળા (ચક્રફેક-ધ્વિતીય), મકવાણા કૈલાશભાઇ નાનજીભાઇ પીપરટોડા (ભાલાફેંક-તૃતીય), વાઘેલા સોનલબેન ભોજાભાઇ-જામનગર (ભાલાફેંક-તૃતીય), કરમુર દિપકભાઇ લખમણભાઇ-ભણગોર (દોડ-તૃતીય), કટેશીયા પાનીબેન કરશનભાઇ-આમરા (ઉંચીકૂદ-તૃતીય), કેટેગરીમાં સંચાણીયા દિપકભાઇ પ્રવિણચંદ-પીપરટોડ્રા (ચક્ર ફેંક-દ્વિતીય) બારૈયા બંસીબેન મનસુખભાઇ હજામચોરા (ગોળાફેંક-તૃતીય) એ બી કેટેગરીમાં સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું.

અત્રે નોંધનીય છે કે, નીતાબેન વાળા (જિલ્લા રતમગત અધિકારી, જામનગર)તથા સ્ટાફના માર્ગદર્શન તળે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, દિવ્યાંગ સહકારી અધિકારી દરજાદા, મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ શાખાના સેનીટરી સબ ઇન્સ્પેકટર વિપુલભાઇ એન મોવલીયા, જા.પ.પા.સંચાલિત પાણખાણ આરોગ્ય કેન્દ્ર ના આશાવર્કર રમીલાબેન  એન.રાઠોડ સહિતનાએ ટીમે મેનેજર તરીકે પ્રોત્સાહક સેવાઓ આપી હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(12:42 pm IST)