Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

માળીયા મિયાણાના રોહીશાળા પાસે કાર અને યુટીલીટી વચ્ચે અકસ્માતઃ બેના મોત

સાપકડાના બે યુવાનો નવી કારનું પાસીંગ કરાવવા માટે જતા'તાને અકસ્માત નડયો

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનનો મૃતદેહ અને ઘટના સ્થળે કારનો બુકડો બોલી ગયો હતો તે નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી, તા., ર૪: માળીયા મિયાણાના રોહીશાળા ગામ પાસે કાર અને યુટીલીટી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણાના રોહીશાળા ગામ પાસે અણીયારી ટોલ નાકા નજીક સવારે યુટીલીટી અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. મૃતક બંન્ને યુવાનો સાપકડા ગામના હોવાનું અને બંન્ને નવી કારનું પાસીંગ કરાવવા માટે જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો.

બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અકસ્માતમાં મોતને ભેટેલ બંન્ને યુવાનોના નામ જાણવા મળેલ નથી.

(11:49 am IST)