Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

નલીયા ૧૦.ર, કંડલા ૧૦.પ, અમરેલી ૧ર.૭ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીમાં સામાન્ય રાહતઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસર યથાવત છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે અને લોકોને ઠંડીની અસર અનુભવાય છે. મોડી રાત્રીના  અને વહેલી સવારનાં સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે.

ઠંડીથી બચાવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે અને ઠંડીથી બચવા પ્રયાસ કરે છે આ ઉપરાંત તાપણા કરીને ઠંડીથી બચવા માટે લોકો પ્રયાસ કરે છે.

જો કે આજે સવારે ઠંડીમાં સામાન્ય રાહતનો અનુભવ થયો છે અને લઘુતમ તાપમાનનો પારો સામાન્ય ઉંચો આવ્યો છે.

આજે સૌથી નીચુ તાપમાન નલીયા ૧૦.ર કંડલા (એરપોર્ટ) ૧૦.પ, વલસાડ ૧ર.૬ રાજકોટ ૧૭.૦ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ર૯ મહત્તમ, ૧ર.૮ લઘુતમ, ૬૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહયું હતું.

કયાં કેટલી ઠંડી

શહેર    લઘુતમ તાપમાન

નલીયા ૧૦.ર ડીગ્રી

કંડલા (અરેપોર્ટ) ૧૦.પ ડીગ્રી

વલસાડ ૧ર.૬ ડીગ્રી

અમરેલી         ૧ર.૭ ડીગ્રી

જામનગર       ૧ર.૮ ડીગ્રી

અમદાવાદ      ૧૩.૦ ડીગ્રી

ન્યુ કંડલા        ૧૩.પ ડીગ્રી

ભુજ     ૧૩.૬ ડીગ્રી

મહુવા(સુરત)    ૧૩.૭ ડીગ્રી

ડીસા    ૧૩.૮ ડીગ્રી

સુરેન્દ્રનગર      ૧પ.ર ડીગ્રી

વડોદરા ૧પ.૬ ડીગ્રી

પોરબંદર        ૧૬.૦ ડીગ્રી

ભાવનગર       ૧૬.૬ ડીગ્રી

દિવ    ૧૬.૭ ડીગ્રી

 

(11:48 am IST)