Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ખાખરેચી ગામે સ્મશાનની જગ્યામાં કાર્યકરોએ ટાવરનું કામ અટકાવ્યું

બાળકોને દફનાવવાની જગ્યા ઉપર મોબાઇલ ટાવર ખડકતા ગ્રામજનો રોષે ભરાયા

માળીયા મિંયાણા તા.૨૪ : ખાખરેચી ગામે નવનાલા બેઠાપુલ નજીક સ્મશાનની બાજુમાં બાળકોને દફનાવવાની જગ્યા ઉપર મોબાઈલ ટાવર ખડકાતા મોબાઈલ કંપની સામે ખાખરેચી ગામ ના જાગૃત નાગરીકો ખફ્ફા થયા છે ખાખરેચી ગામ ના સામાજિક કાર્યકરો એ ટાવર નુ કામ બંધ કરાવી મોરબી જીલ્લા કલેકટર ડીડીઓ ટીડીઓ તથા માળીયા મામલતદાર સહીત ના અધીકારીઓને લેખીત માં રજુઆત કરી દ્યટતુ કરવા લોકમાંગ ઉઠી છે.

ખાખરેચી સ્મશાનની બાજુમાં મોબાઈલ ટાવર બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલતુ હતું. તે દરમ્યાન ગામ ના જાગૃત અને સામાજીક કાર્યકરો એ કામ ને રોકી હોંકળા માં ઉભા કરાતા ટાવર થી અનેક અડચણો ઉભી થવા ની દહેશત હોવાથી કામ ને ઠપ્પ કરાવ્યુ હતુ જેમા આ ટાવર અહી ઉભો થાય તો ગામ ના નવા તળાવ નુ ઓવરફ્લો થતુ પાણી અહી થી પસાર થાય છે જે પુષ્કળ પ્રમાણ માં આ બેઠાપુલ પર પાણી વહેતુ હોવા થી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે ઉપરાંત આજુબાજુ ના વિસ્તાર જળબંબાકાર થઈ જતા હોવા થી અહી ના રહીશો ને ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે તેમા પણ આ ટાવર અહી ઉભો કરવા માં આવે તો વહેતા પાણી ને અડચણ રૂપ થાય જેથી વધુ વરસાદ થાય તો હોંકળાની સપાટી વધે તો આજુબાજૂ માં રહેતા ભરવાડ વાસ દેવીપુજક વાસ સંધીવાસ તથા કુંભારવાસનાં મકાનો ડુબ માં આવી જાય અને પાણી ભરવાડ વાસ ના જુના રસ્તે પાણી ભરાવો થવાની દહેશત થી માલઢોર દયનીય હાલત માં મુકાઈ તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થાય તેવી સ્થિતિનાં ડર થી આ વિસ્તાર ના લોકો એ કામ ઠપ્પ કરાવી રજુઆત કરી ઘટતુ કરવા ની માંગણી ઉઠવા પામી છે.

અરજીમાં જણાવ્યા મુજબ આ કામને મોકુફ રાખી સ્થળ તપાસ કરી જાનમાલને નુકશાન ન થાય તેથી આ જગ્યા પર કામની મંજુરીને નામાંજુર કરી મોબાઈલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અહીનાં રહેવાસીઓ અને સામાજિક કાર્યકરો એ લેખીત ફરીયાદ કરી માંગણી કરી છે જેમા ખાખરેચી ગામ ના જાગૃત તથા સામાજિક કાર્યકર માં મનુભાઈ મેવાડા ભરતભાઈ દેગામા રમેશભાઈ દેવીપુજક શંકર ધરમશીભાઈ પટેલ નરશી જોધાભાઈ ભરવાડ પરેશ પ્રજાપતિ તથા જગદીશ પટેલ સહીતનાંએ લેખીત અરજી આપી યોગ્ય નિકાલ કરવા જણાવ્યુ હતુ તદુપરાંત આ કામને ધ્યાને નહી લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(11:47 am IST)