Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

મિત્રએ ચોરેલ ૧૦ ગરમ જાકિટ સાથે ભાવનગરમાં રિક્ષા ચાલક કબ્જે

ભાવનગર તા.૨૪ : એલ.સી.બી. ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન દાણાપીઠ, સાકર બજાર પાસે આવતાં એક શંકાસ્પદ ape piaggio રીક્ષા રજી.નં.GJ-04-AT 1032નાં ચાલક શાહરૂખ સલીમભાઇ લાલાણી ઉ.વ.૨૩ રહે.હુસૈનાબેનનાં મકાનમાં ભાડેથી, શાક માર્કેટ રોડ, ભરતનગર, ભાવનગર વાળા શંકાસ્પદ ગરમ જાકીટ નંગ-૧૦ સાથે મળી આવેલ.તેની પાસે જાકિટ રાખવા અંગે બિલ-આધાર માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે જાકિટ નંગ-૧૦ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં કિ.રૂ.૨,૦૦૦/- તથા રીક્ષા કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂ.૩૨,૦૦૦/-ની શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

મજકુર ઇસમની પુછપરછ કરતાં ગઇ તા.૨૧/૧૧/૨૦૧૭નાં રોજ સાંજના બિઝનેસ સેન્ટર પાસે હાથલારી લઇને ઉભેલ પોતાનાં મિત્ર સુનિલ ઉર્ફે ગીટી રહે. ભાવનગર વાળાએ ચોરી કરી પોતાની રિક્ષામાં બેસી ગયેલ. ત્યાર પછી પોતાને ચોરી કરેલ જાકિટ-૧૦ આપેલ.અને બીજા જાકીટ તે લઇને જતો રહેલ હોવાનું જણાવેલ.અને આગળની કાર્યવાહિ થવા સારૂ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાનાં માર્ગદર્શન અને સુચના અનુસાર એલ.સી.બી. સ્ટાફનાં ગુલમહંમદભાઇ કોઠારીયા, કિરીટસિંહ ડોડીયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, ભરતભાઇ જોષી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:46 am IST)