Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગીર-સોમનાથ જીલ્લામાં ૧૧૭ શતાયુ મતદારો

૮૦ મહિલાઃ ૩૭ પુરૂષ મતદારોઃ ૧૦૧ વરસની ઉંમરથી વધુમાં વધુ ૧૧૭ વરસની ઉંમર

પ્રભાસ-પાટણ તા. ર૪ : સાવઝની ડણક અને સોમનાથ મહાદેવના નામથી વિશ્વ પ્રસિધ્ધ ગીર-સોમનાથ જીલ્લામાં ૧૧૭ શતાયુ મતદારો છે. જેમાં ૮૦ મહિલા મતદારો અને ૩૭ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. આ તમામ મતદારોમાં કોઇકની ઉંમર ૧૦૧, ૧૦ર, ૧૦૩, ૧૦પ, ૧૧૦, ૧૦૬ અને વધુમાં ધવુ ૧૧૭ વરસના મતદારોનો સમાવેશ થાય છે.

જેમાં ઉનાના કોદીયા ગામેસાંખટ સમજુબેન નાનજીભાઇ ઉ.વ.૧૧૭, ઉનાના કોદીયા ગામે સાંખટ સમજુબેન નાનજીભાઇ ઉ.૧૧૭, ઉનાના ફાટસર ગામે રાતડીયા જયાબેન રઘુભાઇ તથા કોદીયા ગામેસાંખટ નાનજીભાઇ લાખાભાઇ ઉ.૧૧૭ ધરાવે છે. સોમનાથ નજીક આજોઠા ગામે રહેતા દેવણબેન રાજસીભાઇ બારડ આજે૧૦૧ વરસની ઉંમરે પણ કડેધડે છે. તેઓ આજે સંતાનોના સંતાન એમ મળી ચોથી પેઢીના જીવંત સાક્ષી છે. તીખું ખાતા નથી ઘર અને ખેતરમાં સવારે  લાકડીના ટેકા વર ચાલે છે. લસણ ફોલવું, ઘરના શાકભાજી છીનવા દાળ-ભાજ-રોટલી શાક-છાશ ખાય છ.ે તેઓએ જુના જમાનાની અનેક ચુંટણીઓમાં મતદાન કરેલ છે હવે નવી સીસ્ટમમાં તેઓ ઓછા જાણકાર હોઇ અંગુઠો કઇ રીતે દબાવવો તે માટે સહાયક પણ મેળવે છે. ઘરમા હાથે-નાહી-ધોઇ લેછે, ટી.વી.સીરીયલો આનંદથી જોવે છે.દેવણબેનના બે પુત્રોમાં જેઠા રાજસી ૭૦ વરસનો છે કાના રાજસી ૪પ વરસનો તેમજ તે પુત્રોના ઘેરે પણ સંતાન છે આમ દસ માણસોના પરિવારમાં હાલ ચાર પેઢી તેને જોઇ છે પુત્રોને ત્યાં પુત્ર અને લગ્ન થયેલ પુત્રીઓને ત્યાં પણ સંતાન છે.

(11:18 am IST)