Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

બગસરા નજીકથી જાલી નોટ સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

બગસરા તા. ર૪: અમરેલી, બગસરા પાસે બાઇક પાસે બાઇક પર બે શખ્સો જાલીનોટ સાથે ઝડપાયા હતા અને પોલીસે બંને આરોપીને જેલ હવાલે કર્યા હતા તેમાંથી એક શખ્સે જામીન માટે અરજી કરી જે અમરેલી એડીશ્નલ સેશન્સ કોર્ટે ફગાવાતા આરોપીને ફરી જેલ હવાલે કરાયો છે. તા.૯-૮-ર૦૧૭ ના રોજ બે બાઇક સવાર પ્રતિક જગદીશ નકુલ અને અનીલ જયંતી રૂપારેલ ઝડપાયા હતા પોલીસે તેમની પાસેથી ર હજારના દરની ૩ર નોટ એમ કુલ ૬૪ હજારની જાલીનોટ કબ્જે કરી હતી. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા બંને શખ્સોને જેલ હવાલેકર્યા હતા જેમાંથી પતીક જગદીશ નકુલએ જામીન માટે અરજી કરી હતી જે અમરેલી એડીશ્નલ સેશન્સ કોર્ટે ફગાવી દેતા આરોપીને ફરી જેલ હવાલે કર્યો છે.

(11:16 am IST)