Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગીર સોમનાથ જિલ્લામાં બોટ-વહાણનો દરિયામાં ૭ દિવસ સંપર્ક ના થાય તો પોલીસને જાણ કરવી ફરજીયાત

ગીર-સોમનાથ તા. ૨૪ : ભુતકાળમાં આંતકવાદી હુમલા થયેલ તેમાં આંતકવાદીઓ દ્વારા દરીયામાંથી પોરબંદરની 'કુબેર' નામની બોટનું અપહરણ કરી આતંકી હુમલાને અંજામ આપેલ હોવાનું જણાયેલ છે. જેથી વાતાવરણીય કારણોસર/ચાચીયાઓ દ્વારા અપહરણ થવાના કારણોસર કે અન્ય કોઇ કારણોસર વહાણ/બોટ ગુમ થયા અંગેની તથા વહાણ/બોટ સાથેનાં સંપર્ક ન થતો હોવા અંગેની જાણ કરવા અંગેની પ્રથા/નિયમો હોવા રાષ્ટ્રીય સુરક્ષાની બાબતે જરૂરી છે. તેમજ આવી દ્યટનાઓ અટકી શકે તે માટે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ વહાણ/બોટ માલીકે જયારે પોતાનું વહાણ/બોટ માચ્છીમારી માટે દરિયામાં જાય અને કોઇપણ કારણસર વહાણ/બોટ પરત આવવાની સંભવિત તારીખથી સતત ચાર દિવસ સુધી સંપર્ક સ્થાપવા પ્રયાસ કરવા છતા સંપર્ક થતો ન હોય, ત્યારે સંબંધિત તમામ સરકારી એજન્સીઓને જાણ કર્યા સીવાય બોટ દરીયાની અંદર ન જાય તેવું જાહેરનામું પ્રસિધ્ધ કરવા જિલ્લા પોલીસ દ્વારા દરખાસ્ત કરાયેલ છે.

ગીર-સોમનાથ જિલ્લો વિશાળ દરીયા કિનારો ધરાવે છે અને મોટા પ્રમાણમાં માચ્છીમારી માટે બોટો દરીયામાં જાય છે. જેથી બોટો સાથે જતા લોકોની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીનાં પગલા લેવા આવશ્યક જણાતા હોય પોલીસ અધિક્ષકશ્રી, ગીર-સોમનાથ જિલ્લો, વેરાવળ તરફથી કરાયેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, એચ.આર.મોદીએ ગીર-સોમનાથ જિલ્લો, વેરાવળ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્ત્।ાની રૂઇએ હુકમ કરી ગીર-સોમનાથ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કોઇ બોટ માલીક અગર તો બોટ ભાડે રાખનાર કે અન્ય કોઇ બોટ દરીયામાં લઇ જનાર વ્યકિત બોટ દરીયામાં લઇ જાય અને કોઇપણ કારણસર વહાણ/બોટ પરત આવવાની સંભવિત તારીખથી સતત સાત દિવસ સુધી સંપર્ક સ્થાપવા પ્રયાસ કરવા છતા સંપર્ક થતો ન હોય તેવા સંજોગોમાં નિયત નમુનાનાં પત્રકની વિગત સહની માહીતી સાથે નજીકનાં પોલીસ સ્ટેશન અને સબંધિત તમામ સરકારી એજન્સીઓને જાણ કરવી ફરજીયાત છે.

આ હુકમ તાત્કાલીક અસર થી દિવસ – ૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(11:16 am IST)